________________
૧૪૮
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૮ જીવથી ભિન્ન એવા કર્મની પણ આ ચાર દશા નથી; કેમ કે કર્મરૂપ પુદ્ગલમાં આ ચાર અવસ્થાઓની પ્રાપ્તિ નથી. માટે મલિન એવી જીવની ચાર અવસ્થા ભ્રમાત્મક છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે.
જીવ પૂર્ણદ્રવ્ય છે અને પૂર્ણદ્રવ્યના અંશરૂપ આ ચાર દશા નથી માટે આ ‘ચાર દશા’ને જીવ દ્રવ્ય કહી શકાય નહિ. પુદ્ગલ દ્રવ્યના અંશરૂપ પણ આ ‘ચાર દશા’ઓ નથી; કેમ કે પૂર્ણ એવા પુદ્ગલ દ્રવ્યમાં જે દ્રવ્યના ગુણો છે તે ગુણોરૂપ આ ‘ચાર દશા' નથી. માટે તેને જીવ દ્રવ્યના કે પુદ્ગલ દ્રવ્યના અંશરૂપ કહી શકાય નહિ . વળી, જીવની આ ‘ચાર દશા’ પૂર્ણદ્રવ્યના અંશરૂપે કહી શકાય નહિ તેમ દ્રવ્યરૂપ પણ કહી શકાય નહિ; કેમ કે દ્રવ્યના ગુણો તેમાં નથી અર્થાત્ જીવ દ્રવ્યના ગુણો સિદ્ધ અવસ્થામાં છે તેવા દ્રવ્યના ગુણો આ ‘ચાર દશા’માં નથી માટે આ ‘ચાર દશા'ને જીવ દ્રવ્ય કહી શકાય નહિ. વળી, કર્મરૂપ અજીવ દ્રવ્યમાં પણ આ ‘ચાર દશા’ નથી, માટે આ ચાર દશા અજીવ દ્રવ્યરૂપ છે તેમ પણ કહી શકાય નહિ. તેથી આ ‘ચાર દશા’ને જીવ દ્રવ્ય પણ ન કહી શકાય, અજીવ દ્રવ્ય પણ ન કહી શકાય, જીવના અંશરૂપ ન કહી શકાય અને અજીવના અંશરૂપ પણ ન કહી શકાય માટે આ ‘ચાર દશા’ ભ્રમાત્મક છે.
આ રીતે આ ચાર દશાઓથી પર એવો શુદ્ધ આત્મા છે તેમ સિદ્ધ કર્યું અને તેના ધ્યાનથી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થાય છે એમ પ્રથમ ગાથામાં કહેલ. તેથી હવે શુદ્ધ એવો જીવ કેવા સ્વરૂપવાળો છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે - આ રીતે અતિતન્તથી=અતિસૂક્ષ્મ દૃષ્ટિથી=શુદ્ધનયની અતિસૂક્ષ્મ દૃષ્ટિથી, વિચારવામાં આવે તો છદ્મસ્થના જ્ઞાનથી ન કહી શકાય એવી જીવની આ અકલ અવસ્થા છે અને છદ્મસ્થના જ્ઞાનથી જેનો બોધ ન થઈ શકે તેવી અલખ અવસ્થા છે. આમ અકલ અને અલખ શબ્દ દ્વારા કંઈક શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવીને તેને દૃઢ કરવા માટે આગમ વચનની સાક્ષી આપે છે. પ્રથમ અંગમાં=આચારાંગસૂત્ર નામના પ્રથમ અંગમાં અપદ એવા જીવને કહેવા માટે કોઈ પદ નથી= આચારાંગસૂત્રમાં આત્મા “આવો નથી-આવો નથી” ઇત્યાદિ શબ્દ દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપને બતાવવા માટે પ્રયત્ન કર્યો. તેથી તેવી સર્વ વિશેષતા રહિત એવો શુદ્ધ આત્મા છે, માટે આત્મા અપદ છે અને આત્મા અપદ છે માટે કોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org