________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૬/ગાથા-૮ અકલ ને અલખ ઈમ જીવ અતિતન્તથી, પ્રથમઅંગે વધુ અપદને પદ નથી. ૮
ગાથાર્થઃ
પૂરણ દ્રવ્યના અંશ પણ નવિ ઘટે=ચેતનાની ‘ચાર દશા’ પૂર્ણ દ્રવ્યરૂપ જીવના અથવા પૂર્ણ દ્રવ્યરૂપ પુદ્ગલના અંશરૂપ પણ ઘટતી નથી.
અહીં પ્રશ્ન થાય કે ચેતનાની ‘ચાર દશા' જીવ દ્રવ્યના અંશરૂપ ન હોય તોપણ તે ‘ચાર દશા'ને દ્રવ્યરૂપે સ્વીકારવી પડશે; કેમ કે તે ‘ચાર દશા’ની સંસારી જીવરૂપ દ્રવ્યમાં પ્રતિતી છે તેના નિરાકરણ માટે કહે છે
૧૪૭
-
દ્રવ્યના ગુણ વગર=જીવ દ્રવ્યના કે કર્મ દ્રવ્યના ગુણ વગર, દ્રવ્ય પણ કેમ કહું=સંસારી જીવોમાં પ્રતીત થતી ચાર દશાને દ્રવ્ય પણ કેમ કહું અર્થાત્ તે ચાર દશા દ્રવ્યરૂપ છે તેમ કહી શકાય નહિ.
આ સર્વ કથનથી શુદ્ઘનયથી=શુદ્ઘનયની દૃષ્ટિથી, જીવનું સ્વરૂપ કેવું ફલિત થયું તે સ્પષ્ટ કરે છે
ઈમ=આ રીતે=પૂર્વમાં જીવનું સ્વરૂપ બતાવ્યું એ રીતે, અતિતન્તથી= અતિસૂક્ષ્મ દૃષ્ટિરૂપ, શુદ્ધ નયથી જીવ અકલ અને અલખ છે-છદ્મસ્થની બુદ્ધિથી સમજી ન શકાય એવો અકલ છે અને છદ્મસ્થની બુદ્ધિથી જાણી ન શકાય એવો અલખ છે.
જીવ અકલ અને અલખ કેમ છે તે સ્પષ્ટ કરે છે –
અપદને=અપદ એવા જીવને, પદ નથી અર્થાત્ આચારાંગસૂત્રમાં પૂર્વના જે વિશેષણોથી આત્મા રૂપ-રસ નથી ઇત્યાદિ જે કહ્યું તે પ્રકારની વિશેષતા વગરના એવા અપદ સ્વરૂપ આત્માને જણાવવા માટે કોઈ પદ નથી=કોઈ શબ્દ નથી, એમ પ્રથમઅંગમાં=આચારાંગમાં, કહ્યું છે. IIII ભાવાર્થ :
Jain Education International
ગાથા-૨માં બતાવેલી ચેતનાની “ચાર દશા” શુદ્ધનયની દૃષ્ટિથી અવાસ્તવિક છે; કેમ કે શુદ્ઘનયની દૃષ્ટિથી શુદ્ધ એવા જીવમાં તે ચા૨ દશાઓ નથી. આથી જ શુદ્ધ એવા સિદ્ધના આત્મામાં તે ચાર દશાઓમાંની કોઈ દશા નથી. વળી,
For Personal & Private Use Only
www.jainelibrary.org