________________
૧૪૬
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૬/ગાથા-૭-૮ ભાવાર્થ :
જીવ પોતાના શુદ્ધ પર્યાયનો કર્યા છે તેમ શુદ્ધપર્યાયાસ્તિકનય માને છે. તેથી જીવનું કાર્ય જીવનો શુદ્ધ પર્યાય છે, અન્ય નહિ તેમ કહે છે. જેમ સિદ્ધના જીવો પોતાના શુદ્ધ પર્યાયોરૂપ કાર્યને કરે છે તેમ સંસારવર્તી જીવો પણ શુદ્ધપર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી પોતાના શુદ્ધ પર્યાયરૂપ કાર્ય કરે છે, અન્ય કોઈ કાર્ય કરતા નથી. માટે શુદ્ધપર્યાયાસ્તિકનયથી ચૌદ ગુણસ્થાનક અને ચૌદ જીવસ્થાનકો જીવના કાર્ય નથી તેમ ગાથા-કમાં સ્પષ્ટ કર્યું. હવે શુદ્ધ દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી વિચારીએ તો જીવ શુદ્ધ પર્યાયનો કર્તા નથી પરંતુ શુદ્ધ પરિણામ ભૂત છે તે પ્રસ્તુત ગાથામાં દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
મોહથી અનાકુળ એવો જે જ્ઞાનનો પરિણામ છે તે રત્નત્રયીની એકતા સ્વરૂપ છે. તેથી રત્નત્રયીની એકતારૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ શુદ્ધ પરિણામને સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો તે પરિણામ જીવથી ભિન્ન નથી, પરંતુ જીવ
સ્વરૂપ જ છે. જેમ રત્નની જ્યોતિથી રત્ન કાર્ય-કારણપણા રહિત છે અર્થાત્ રત્ન કારણ અને જ્યોતિ કાર્ય તેમ નથી પરંતુ જ્યોતિ સ્વરૂપ જ રત્ન છે તેમ આત્માની રત્નત્રયી સાથે સહજ એકતા છે અર્થાત્ રત્નત્રયી સ્વરૂપ જ આત્મા છે પરંતુ આત્માનું કાર્ય રત્નત્રયી નથી. માટે આત્મા રત્નત્રયીરૂપ શુદ્ધ પરિણામભૂત છે પરંતુ રત્નત્રયીના શુદ્ધપર્યાયનો કર્તા નથી એમ જ્ઞાની કહે છે. lll અવતરણિકા :
ગાથા-૬માં બતાવ્યું કે જીવનું કાર્ય શુદ્ધ પરિણામ છે, ગુણસ્થાનક અને જીવસ્થાનક જીવતા કાર્ય નથી. પછી ગાથા-૭માં બતાવ્યું કે શુદ્ધ પરિણામ પણ જીવનું કાર્ય નથી પરંતુ શુદ્ધ પરિણામ જીવનું સ્વરૂપ છે. ત્યાં પ્રશ્ન થાય કે ગાથા-રમાં કહ્યા પ્રમાણે સંસાર અવસ્થામાં ચેતનાની જે “ચાર અવસ્થા” દેખાય છે તે જીવરૂપ ન હોય તોપણ જીવના અંશરૂપ છે તેમ સ્વીકારવું જોઈએ. હવે તેના નિરાકરણ માટે કહે છે –
ગાથા :
અંશ પણ નવિ ઘટે પૂરણદ્રવ્યના, દ્રવ્ય પણ કિમ કહું દ્રવ્યના ગુણ વિના ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org