________________
૧૪૫
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૬/ગાથા-૬-૭ ભાવાર્થ :
જીવની સાથે એક ક્ષેત્રમાં મળેલા એવા દેહ, કર્મ, વચન વગેરે સર્વ પુદ્ગલના કાર્યો છે જીવના કાર્ય નથી, આમ છતાં વાટ લૂંટે છે એમ વ્યવહારનય ઉપચારથી કહે છે તેમ વ્યવહારનય દેહ કર્માદિ ઘણા કાર્યોને જીવના કાર્યો માને છે. આથી જ ચૌદ ગુણસ્થાનકોને અને ચૌદે જીવસ્થાનકોને જીવના કાર્યરૂપે સ્વીકારે છે. વાસ્તવિક રીતે જીવ અને કર્મના સંયોગથી બધા ગુણસ્થાનક છે અર્થાત્ ચૌદ ગુણસ્થાનક છે અને ચૌદે જીવસ્થાનકો છે પરંતુ તે ચોદે ગુણસ્થાનક અને ચૌદે જીવસ્થાનક જીવના કાર્ય નથી. જીવનું કાર્ય તો શુદ્ધ પરિણામ છે અર્થાત્ મોહથી અનાકૂળ, કર્મના સંસર્ગ વગરનું, રત્નત્રયીની પરિણતિરૂપ, આત્માનો શુદ્ધ પરિણામ એ જીવનું કાર્ય છે. અન્ય કોઈ જીવનું કાર્ય નથી. III અવતરણિકા :
પૂર્વ ગાથામાં કહ્યું કે ગુણસ્થાનક કે જીવસ્થાનક જીવતા કાર્ય નથી પરંતુ શુદ્ધપરિણામ જીવનું કાર્ય છે. તે કથન શુદ્ધપર્યાયાસ્તિકાયની દૃષ્ટિથી કરેલ, હવે શુદ્ધદ્રવ્યાયાસ્તિકનયથી શુદ્ધપરિણામ જીવ સ્વરૂપ જ છે જીવનું કાર્ય નથી. તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
નાણ-દંસણ-ચરણ શુદ્ધપરિણામ છે, તન જોતાં ન છે જીવથી ભિન્ન તે; રત્ન જિમ જ્યોતિથી કાજકારણપણે,
રહિત ઈમ એકતા સહજ નાણી મુણે. ૭ ગાથાર્થ :
જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ જે જીવનો શુદ્ધ પરિણામ છે, તે તત્ત જોતાં સૂક્ષ્મ રીતે જોતાં, જીવથી ભિન્ન ન છે જીવથી ભિન્ન નથી, જેમ
જ્યોતિથી રત્ન કાર્યકારણપણે રહિત છે એમ, સહજ એકતા છે-જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ શુદ્ધ પરિણામ સાથે જીવની સહજ એકતા છે. નાણી મુણેએ પ્રમાણે જ્ઞાની કહે છે. I૭ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org