________________
૧૪૪
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૫-૬
છે પરમાર્થથી નથી; કેમ કે શુદ્ધ આત્મામાં મિથ્યાત્વથી માંડીને ચૌદે ગુણસ્થાનકો નથી. આથી જ સિદ્ધના જીવોમાં એક પણ ગુણસ્થાનક નથી. ચેતનાની ચાર દશા ગુણસ્થાનકને આશ્રયીને છે તે ચાર અવસ્થા ૫૨માર્થથી આત્માની નથી પરંતુ જેમ વાટ લૂંટે છે એ પ્રકારનો પ્રયોગ વ્યવહારથી થાય છે તેમ આત્માની ચાર દશાનો પ્રયોગ વ્યવહારથી થાય છે અને જે મૂઢ પુરુષ છે તે વાટ લૂંટે છે તેમ માને છે. તેમ એક ક્ષેત્રમાં અણુતણુની જેમ રહેલા કર્માદિને જોતો પુરુષ આ જીવની અવસ્થા છે તેમ માને છે એમ શુદ્ધનય કહે છે. વસ્તુતઃ એક ક્ષેત્રમાં રહેલા દેહ કર્માદિને કારણે ચેતનાની ‘ચાર દશા' જીવની વિકૃતિ છે, જીવની પ્રકૃત્તિ તો સિદ્ધના આત્મસદ્દેશ છે. આમ છતાં મૂઢ પુરુષ આ ‘ચાર દશા'ને જીવની પ્રકૃત્તિરૂપે માને છે. 11411
અવતરણિકા :
પૂર્વ ગાથામાં કહ્યું કે એક ક્ષેત્રમાં મળેલા દેહકર્માદિને એકરૂપે જોતો મૂઢ પુરુષ પુદ્ગલકૃત વિકૃતિને જીવની પ્રકૃત્તિરૂપે જુએ છે. તેથી હવે તે વસ્તુને સ્પષ્ટ કરવા અર્થે વ્યવહારની માન્યતા બતાવીને પરમાર્થથી ચેતનાની ‘ચાર દશા’દિ ભાવો આત્માના કાર્ય નથી પરંતુ આત્માની વિકૃત્તિ છે તે બતાવવા અર્થે કહે છે –
ગાથા:
દેહકર્માદિ સવિ કાજ પુદ્ગલતણાં, જીવનાં તેહ વ્યવહાર માને ઘણાં; સયલગુણઠાણ જિઅઠાણસંયોગથી, શુદ્ધપરિણામ વિણ જીવકારય નથી. ૬ ગાથાર્થ :
દેહકર્માદિરૂપ સર્વ કાર્ય પુદ્ગલના છે વ્યવહારનય તેહ ઘણાને જીવના માને છે. બધા ગુણસ્થાનક=ચૌદે ગુણસ્થાનક, અને જીવસ્થાનક= બધા જીવસ્થાનક=ચૌદે જીવસ્થાનક, સંયોગથી છે=પુદ્ગલના સંયોગથી છે. શુદ્ધ પરિણામ વગર જીવનું કાર્ય નથી. ।।9।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org