________________
૧૪૯
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૬/ગાથા-૮ પદથી=કોઈ શબ્દથી, આત્માનું સ્વરૂપ વાચ્ય નથી. આથી સૂક્ષ્મ દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ છબસ્થને અકલ અને અલખ છે. આમ છતાં તેવા આત્માને શ્રત દ્વારા કંઈક જાણીને યોગીઓ તેને પ્રાપ્ત કરવા માટે સર્વ ઉદ્યમ કરે છે. આચાચંગસૂત્રનો પાઠ આ પ્રમાણે છે :
“विवखातरए सव्वे सरा नियहंति, तक्का जत्य विज्जइ मई तत्थ न गहिया और अप्पइठ्ठाणस्स खेयपन्ने से ण वीहे ण हस्से न वट्टे न तंसे न चउरंसे न परिमंडले न किन्हे न नीले न लोहिण न हालिदे न सुकिल्ले न सुरभिगंधे न दुरभिगंधे न तित्ते न कडुए न कसाए न अंबिले न महुरे न कक्खडे न मउए न मरु ए न लडुए न सीए न उन्हे न निद्धे न लुकखे न काओ न रहे न संगे न उन्हे न निद्धे न लुकखे न काओ न सहे न संगे न इत्यी न पुरिसे न अन्नहा परिले सन्ते उवमा न विज्जइ अरु वी सत्ता अपयस्स પર્વ નહિ” અને તેનો અર્થ આ પ્રમાણે છે વિખ્યાત એવા મોક્ષમાં રત એવા સર્વ સ્વરો નિવર્તન પામે છે અર્થાત્ વિખ્યાત એવા મોક્ષના સ્વરૂપને જાણવા માટે પ્રવૃત્ત એવા સર્વ શબ્દો વ્યાપારવાળા થાય તોપણ મોક્ષના સ્વરૂપનો યથાર્થ બોધ કરવા માટે સમર્થ થતા નથી. તર્કો જેના સ્વરૂપને જાણવા માટે સમર્થ થતા નથી. મોક્ષનું સ્વરૂપ જાણવા માટે મતિ સમર્થ થતી નથી. વળી, તે મોક્ષ મોરા=એકલું છેઃકર્મના કલંક વગરનું છે. વળી, અપ્રતિષ્ઠાન છે=ઔદારિકાદિ શરીરનું પ્રતિષ્ઠાન નથી વળી, તે ૩યને લોકાલોકનું જ્ઞાન કરનાર છે. વળી, દીર્ઘ નથી, હૃસ્વ નથી વૃત્ત નથી, ત્રાંસુ નથી ચતુષ્કોણવાળું નથી, પરિમંડલરૂપ નથી, કૃષ્ણ નથી, નીલ નથી, લાલ નથી, તીખું નથી, કટુ નથી, તુરું નથી, ખાટું નથી, મધુર નથી, કર્કશ નથી, મૃદુ નથી, ગુરુ નથી, લઘુ નથી, શીત નથી, ઉષ્ણ નથી, સ્નિગ્ધ નથી, લખું નથી, કાયા નથી, ઉગનાર નથી, સંગ નથી,
સ્ત્રી નથી, પુરુષ નથી, અન્યથા નથી સ્ત્રી પુરુષથી અન્ય એવો નપુસંક નથી, પરિજ્ઞ છે સમસ્ત પ્રકારે જાણ છે=પૂર્ણ જ્ઞાનવાળો છે, સમ્યગુ જાણે છે=જગતના પદાર્થો યથાર્થ જાણે છે, એને કોઈ ઉપમા વિદ્યમાન નથી, અરૂપી સત્તા છે, અપદને પદ નથી=અવસ્થા વિશેષરૂપ જે પદ તે પદ વગરના સિદ્ધના જીવોના સ્વરૂપનું વાચક કોઈ પદ નથીeતેના સ્વરૂપને બતાવનાર કોઈ શબ્દ નથી માટે અકલ અને અલખ છે. II૮.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org