________________
૭૦
અવતરણિકા :
ઢાળતા કથનનું નિગમન કરતાં કહે છે
ગાથા :
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૧/ગાથા-૨૨
અરજે વરજી પાપને, એહ ધર્મ સામાન્ય;
પ્રભુ તુઝ ભક્તિ જશ લહે, તેહ હોએ જનમાન્ય. ૨૨ ગાથાર્થ :
જે જીવો પાપને વર્જી આ ‘એકવીસ' ગુણોમાં ઉધમ કરીને તેને અર્જુ=અર્જન કરે, એ પુરુષ સામાન્યથી ધર્મ લહે. હે ભગવંત ! તમારી ભક્તિનો યશ લહે=આ ગુણોને પ્રગટ કરીને ધર્મની પ્રાપ્તિ દ્વારા ભગવાનની ભક્તિના યશને ધારણ કરે અને તેવો પુરુષ જનમાન્ય થાય=ધર્મી તરીકે લોકમાં માન્ય થાય. II૨૨
ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ઢાળમાં ધર્મ યોગ્ય જીવના ‘એકવીસ’ ગુણો બતાવ્યા, તે સાંભળીને ધર્મ ક૨વાની ઇચ્છાવાળા પુરુષે તે ગુણ કેળવવા માટે ઉદ્યમ કરવો જોઈએ. જો કે, રૂપનિધિ આદિ ગુણો પ્રયત્નનો વિષય નહિ હોવા છતાં અક્ષુદ્ર આદિ ગુણો પ્રયત્નથી સાધ્ય છે અને તેવા ગુણો પ્રગટ કરવા માટે યત્ન કરે તો પોતાની ભૂમિકા પ્રમાણે પાપનું વર્જન કરીને ગુણ વિષયક કરાતા યત્નથી તે ગુણોની પ્રાપ્તિ થાય છે. સામાન્યથી આવા ગુણો આવ્યા પછી તે પુરુષ ધર્મને પામે છે અને ધર્મનું સેવન એ વીતરાગની આજ્ઞારૂપ છે અને વીતરાગની આજ્ઞા અનુસાર સેવાયેલો ધર્મ ક્રમે કરીને વીતરાગતાની પ્રાપ્તિનું કારણ છે. એથી જે પુરુષ ધર્મની ભૂમિકા પ્રાપ્ત કરીને ધર્મને સેવે એ વીતરાગની ભક્તિ કરે છે. તેથી તે પુરુષ વીતરાગની ભક્તિના યશને પ્રાપ્ત કરે છે અર્થાત્ આ મહાત્મા ભગવાન પ્રત્યેના ભક્તિવાળા છે તેવો યશ પ્રાપ્ત કરે છે અને તેવા પુરુષ લોકોમાં ધર્મી તરીકે માન્ય બને છે. ૨૨ા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org