________________
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-૯|ગાથા-૪-૫
અવતરણિકા –
વળી, ગાથા-૧માં કહેલ એ પ્રમાણે પ્રતિમા લોપક સૂત્રને સ્વીકારે છે અને અર્થને માનતા નથી તે તેઓની અનુચિત પ્રવૃત્તિ છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ગાથા :
વૃત્તિપ્રમુખ જોઈ કરી, ભાખે આગમ આપ; જિનજી !
તેહ જ મૂઢા ઓલવે, જિમ કુપુત્ર નિજ બાપ. જિનાજી! ૪ ગાથાર્થ :
વૃત્તિપ્રમુખ જોઈ કરી-આગમના અર્થ કરવા માટે આગમ ઉપર નિર્યુક્તિ, ભાગ, ટીકા આદિ જોઈને આગમના અર્થો, આપ
સ્થાનકવાસી ભાખે છે. મૂઢ એવા તેઓ તેને જ ઓળવે છે-વૃત્તિપ્રમુખનો જ અપલાપ કરે છે, જેમ કુપુત્ર પોતાના બાપનો અપલાપ કરે છે. જો ભાવાર્થી :
સ્થાનકવાસી પોતે જે સૂત્રો માને છે તેના અર્થને વૃત્તિ પ્રમુખ જોઈને સ્વયં બેસાડે છે અને લોકો આગળ પણ વૃત્તિના આધારે અર્થ કરીને ભાખે છે. આમ છતાં વૃત્તિ આદિમાં જિનપ્રતિમાની પૂજ્યતા સ્થાપન કરતા સ્થાનો માટે તેઓ કહે છે કે આ વૃત્તિ વગેરે પ્રમાણ નથી પરંતુ આગમના સૂત્રો જ પ્રમાણ છે. આમ કહીને સૂત્રોના અર્થોને કહેનાર વૃત્તિનો તેઓ અપલાપ કરે છે. જેમ કુપુત્ર પોતાના બાપનો અપલાપ કરે અર્થાત્ આ મારા બાપ છે તેમ કહેતા લજ્જા આવે ત્યારે લોકો આગળ બાપને બાપ પણ કહે નહિ. તેમ આગમ ઉપર રચાયેલી વૃત્તિ વગેરેને પ્રતિમા લોપક પ્રમાણ કહેતા નથી. જો અવતરણિકા -
પ્રતિમા લોપક વૃત્તિ આદિને નહિ માનનારા હોવાથી ભગવાનના સૂત્રના વિરાધક છે તે યુક્તિથી સ્પષ્ટ કરે છે –
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org