________________
૧૫૨
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૧૦
ગાથા :
જેહ અહંકાર-મમકારનું બંધન, શુદ્ધનય તે દહે દહન જિમ ઈંધનં; શુદ્ધનય દીપિકા મુક્તિમારગ ભણી,
શુદ્ધ નય આથી છે સાધુને આપણી. ૧૦ ગાથાર્થ -
અહંકાર અને મમકારનું જીવને જે બંધન છે, તેહ બંધનને શુદ્ધનય બાળે છે જેમ અગ્નિ ઇંધનને બાળે છે. વળી, શુદ્ધનય મોક્ષમાર્ગ પ્રત્યે દીપિકા છે તથા શુદ્ધનય સાધુને પોતાની આથી છે સંપત્તિ છે. ||૧૦|| ભાવાર્થ :
આત્મા અનાદિ કાળથી દેહમાં અહંકારની બુદ્ધિ અને પોતાની બાહ્ય સામગ્રીમાં કે કુટુંબાદિમાં મમકારની બુદ્ધિને ધારણ કરે છે અને તેનાથી કર્મબંધ કરીને સંસારમાં પરિભ્રમણ કરે છે. તેથી સંસારમાં જીવને બાંધી રાખનાર અહંકાર અને મમકારની પરિણતિ છે અને જે મહાત્મા દ્રવ્યાનુયોગ વગેરે ગ્રંથોથી આત્માના શુદ્ધ સ્વરૂપને કંઈક જાણતા થયા છે તેમાં શુદ્ધનયની દૃષ્ટિથી શુદ્ધ આત્માના સ્વરૂપને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટેલી છે અને તેવા મહાત્માઓ શુદ્ધનયની દૃષ્ટિથી આત્માના શુદ્ધ સ્વરૂપનું જેમ જેમ ભાવન કરે છે તેમ તેમ દેહમાં અહંકારની અને ભોગ સામગ્રીમાં મમકારની બુદ્ધિ, જેમ અગ્નિથી ઇંધન બળીને નાશ પામે છે તે રીતે નાશ પામે છે. વળી, જેમ જેમ અહંકાર અને મમકાર ક્ષીણ ક્ષીણતર થાય છે, તેમ તેમ આત્મા કર્મોની વિડંબનાથી રક્ષિત થાય છે. માટે મહાત્માઓને શુદ્ધનય કલ્યાણનું કારણ છે.
વળી, મોક્ષમાર્ગમાં દઢ યત્ન કરનાર એવા મોક્ષના અર્થી જીવોને કઈ દિશામાં અંતરંગ ઉદ્યમ કરવો, જેથી પોતાની પ્રવૃત્તિ મોક્ષનું કારણ બને, તે માટે દિશા બતાવનાર દીપક તુલ્ય શુદ્ધનય છે. તેથી શુદ્ધ ના બોધવાળા મહાત્માઓ સંયમની ક્રિયા કરીને શુદ્ધનયના બળથી મોક્ષમાર્ગને અનુકૂળ અંતરંગ ક્રિયામાં ઉદ્યમ કરી શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org