________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૬/ગાથા-૧૦-૧૧ ૧૫૩
વળી, મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત એવા સાધુને મોક્ષમાર્ગમાં દૃઢ યત્ન કરવામાં સહાયક એવી સંપત્તિ શુદ્ધનય છે; કેમ કે શુદ્ધનયથી ભાવિત એવા મહાત્મા શુદ્ધનયરૂપ સંપત્તિના બળથી ઇષ્ટ એવા મોક્ષ નગર ભણી વિપ્ન રહિત પ્રયાણ કરી શકે છે. માટે શુદ્ધનયના પરમાર્થને જાણવા માટે સર્વ ઉદ્યમ કરવો જોઈએ. l/૧૦ અવતરણિકા :
શુદ્ધતય ચૌદપૂર્વરૂપ શ્રુતજ્ઞાનના સારવચનરૂપ છે તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
સકલ ગણિપિટકનું સાર જેણે લહ્યું, તેહને પણ પરમસાર એહ જ કહ્યું;
ઓઘનિર્યુક્તિમાં એહ વિણ નવિ મિટે,
દુઃખ સવિ વચન એ પ્રથમ અંગે ઘટે. ૧૧ ગાથાર્થ :
સકલ ગણિપિટકનું સંપૂર્ણ શ્રુતજ્ઞાનનો સાર જે યોગમાર્ગ, તે જેને પ્રાપ્ત કર્યો તેવા યોગીને પણ પરમસાર આજ કહ્યું છે શુદ્ધનય જ કહ્યો છે. ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે એના વગર શુદ્ધનયના ભાવન વગર, સર્વ દુઃખ મટે નહિ. વળી, આ વચન શુદ્ધનયનું વચન, પ્રથમ અંગમાં ઘટે છે=આચારાંગસૂત્રમાં બતાવાયેલ છે. II૧૧ll ભાવાર્થ :
જે યોગીઓ પ્રજ્ઞાધન છે તેઓ જિનઆગમના પરમાર્થને જાણવા માટે સ્વશક્તિ અનુસાર અવશ્ય ઉદ્યમ કરે છે અને સ્વશક્તિ અનુસાર શાસ્ત્ર ભણીને તેના સારરૂપ યોગમાર્ગને જેઓએ પ્રાપ્ત કર્યો છે, જે યોગમાર્ગ ઉત્તર ઉત્તર ગુણસ્થાનકની વૃદ્ધિ દ્વારા સર્વ કલ્યાણની પરંપરાનું કારણ છે તેવા યોગીઓ માટે પણ શુદ્ધનય જ પરમસાર છે; કેમ કે યોગમાર્ગને સેવીને પણ તે યોગીઓ શુદ્ધનયને અભિમત આત્માનું શુદ્ધ સ્વરૂપ સૂક્ષ્મ-સૂક્ષ્મત્તર રીતે જોવા ઉદ્યમ કરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org