________________
૧૫૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૧૬/ગાથા-૧૧-૧૨ છે અને જેમ જેમ શુદ્ધનયને અભિમત શુદ્ધ આત્માના સ્વરૂપમાં તેઓ લીન થાય છે તેમ તેમ તે યોગીઓ અધિક અધિક અસંગભાવની પરિણતિને પ્રાપ્ત કરે છે, તેથી જિનાગમનો પરમસાર શુદ્ધનય છે. વળી, ઓઘનિર્યુક્તિમાં શુદ્ધનાનું મહત્વ બતાવતા કહ્યું છે કે દુઃખરૂપ એવા સંસારનો અંત શુદ્ધનયના ભાવન વગર થાય નહિ અને પ્રથમઅંગ એવા આચારાંગસૂત્રમાં પણ એ વચન છે તેથી સર્વ આચારની ક્રિયાના પરમસારરૂપ આ શુદ્ધનય છે. ll૧૧ અવતરણિકા :
પૂર્વ ગાથામાં કહ્યું કે શુદ્ધનય જિનાગમનો સાર છે. તેથી હવે જિનાગમતા સાર શુદ્ધનયના ધ્યાનમાં કેવા જીવો ઉદ્યમ કરી શકે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા :
શુદ્ધનયધ્યાન તેહને સદા પરિણમે, જેહને શુદ્ધવ્યવહાર હિયડે રમે; મલિનવચ્ચે યથા રાગ કુંકુમતણો,
હીનવ્યવહાર ચિત્ત એહથી નવિ ગુણો. ૧૨ ગાથાર્થ -
શુદ્ધનયનું ધ્યાન શુદ્ધનયને અભિમત એવા શુદ્ધ આત્માનું ધ્યાન, તેવા જીવોને સદા પરિણમે, જે જીવોના હૈયામાં શુદ્ધ વ્યવહાર રમે છે. જે પ્રમાણે મલિન વસ્ત્રમાં કુંકુમનો રાગ કુંકુમનો વર્ણ, સમ્યમ્ લાગે નહિ તેમ હીન વ્યવહારવાળું ચિત્ત શુદ્ધ વ્યવહારને પાળવા માટે અસમર્થ એવું ચિત, આનાથી=શુદ્ધનયથી, નવિ ગુણો ગુણવાળું થાય નહિક ભાવિત થાય નહિ. II૧૨ાાં ભાવાર્થ :
જે જીવો સ્વભૂમિકા અનુસાર સંયમની શુદ્ધ આચરણાનું પાલન કરીને શુદ્ધ વ્યવહારના પાલન માટે સમર્થ બન્યા છે, તેઓનું ચિત્ત બાહ્ય પદાર્થોના સંગથી પર થઈને શુદ્ધ ક્રિયાથી અપેક્ષિત એવા ઉત્તમ ભાવોમાં રમે છે. આવા જીવો
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org