SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૧૨-૧૩ ૧પપ વ્યવહારની શક્તિ સંચય થયા પછી ઉચિત કાળે શુદ્ધનયને અભિમત એવા શુદ્ધ આત્માનું ધ્યાન કરે, તો તેઓને હંમેશા તે ધ્યાન પરિણમન પામે, પરંતુ જેઓ શુદ્ધ વ્યવહાર સેવવા સમર્થ નથી તેવા જીવોને શુદ્ધનયનું ધ્યાન ગુણકારી થાય નહિ તે દૃષ્ટાંતથી બતાવે છે. જેમ વસ્ત્ર મલિન હોય અને તેને કોઈ કંકુના વર્ણથી રંગવા યત્ન કરે તો તે વસ્ત્ર સુંદર બને નહિ, તેમ જેઓ વ્યવહારની આચરણા કરીને સંસારના ભાવોથી પર એવા શુદ્ધ વ્યવહારની ક્રિયાના સેવનવાળા ચિત્તને પામ્યા નથી તેવા જીવોને શુદ્ધનયના ધ્યાનથી ગુણ થાય નહિ.' આશય એ છે કે વસ્ત્રની મલિનતા દૂર કરીને તેના ઉપર ઉચિત રંગ લગાડવામાં આવે તો તે વસ્ત્ર તેવા રંગવાળું બને છે. તેમ સંસારના પદાર્થોને સ્પર્શીને નિરર્થક ભાવો કરવામાં પ્રવર્તતા અને સંસાર વૃદ્ધિના કારણભૂત ભાવોથી વાસિત એવા ચિત્તનો વિરોધ કરીને જેઓ આવશ્યકાદિ ક્રિયાઓ કરે છે તેઓનું ચિત્ત તે તે આવશ્યકાદિ ક્રિયામાં રમતું થાય છે. આ રીતે કરવાથી અર્થ વગરના ભાવોમાં રમતા ચિત્તનો નિરોધ થાય છે અને જ્યારે જીવને વ્યવહારની શુદ્ધ ક્રિયાઓ સહજ પ્રકૃત્તિરૂપ બને છે ત્યારે નિરર્થક વિચારોમાં ભટકતું ચિત્ત નિરુદ્ધ થયેલું હોવાથી શુદ્ધનયના સ્વરૂપથી તેને ભાવિત કરવામાં આવે, તો શુદ્ધનયને અભિમત શુદ્ધ આત્માના ધ્યાનમાં લીન થઈને તે મહાત્મા વિશેષ પ્રકારના અસંગભાવને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ શુદ્ધ વ્યવહારના સેવન પછી શુદ્ધજ્યના ધ્યાનમાં ઉદ્યમ થઈ શકે, તે પૂર્વે નહિ. ફક્ત ક્રિયા કરનાર જીવોએ પણ શુદ્ધનયને લક્ષ્ય કરીને ક્રિયાઓમાં અભ્યાસ કરવો જોઈએ. અને શુદ્ધ વ્યવહારની ક્રિયાઓ જેમ જેમ અભ્યસ્ત બને તેમ તેમ શુદ્ધનયનું ભાવન કરીને તે તે ક્રિયાઓમાં અતિશયથી ઉદ્યમ કરવામાં આવે તો શુદ્ધ વ્યવહારની ક્રિયાઓથી સ્થિરભાવ પ્રાપ્ત થાય. ત્યારપછી શુદ્ધનયનું ધ્યાન ફળવાળું બને. વિરા અવતરણિકા : જેઓ વ્યવહારનયની આચરણા છોડીને શુદ્ધનયમાં ઉદ્યમ કરનારા છે તેઓની તે પ્રવૃત્તિ અનુચિત છે તે બતાવવા અર્થે કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy