________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૬/ગાથા-૨૦-૨૧ ૧૬પ ગાથાર્થ :
પંદરમી પાટે શ્રીચંદ્રસૂરિજીએ ચંદ્રગચ્છ નામ કર્યું અને નિર્મળપણે વિસ્તાર પામ્યું, વનવાસી એવા સામંતભદ્ર યતિ હતા. તેથી નિર્મમમતિના કારણે સોસમી પાટે વનવાસ નામ પડ્યું. ll ll ભાવાર્થ :
નવમી પાટે તપગચ્છનું નામ કોટીકગચ્છ પડ્યું અને તે કોટીકગચ્છ નામ ચૌદ પાટ સુધી રહ્યું અને પંદરમી પાટે શ્રી ચંદ્રસૂરીજી થી ચંદ્રગચ્છ નામ પડ્યું. તે ચંદ્રગચ્છ નામ નિર્મળપણે વિસ્તાર પામ્યું. સોલમી પાટે સામંતભદ્ર નામના યતિ થયા જેઓ મમત્વરહિત વનમાં વસ્યા, તેના કારણે તે ચંદ્રગચ્છનું નામ વનવાસી ગચ્છ” તરીકે સ્થાપિત થયું. ૨૦
ગાથા :
પાટ છત્રીસમે સર્વદેવાભિધા, સૂરિ વડગચ્છ તિહાં નામ શ્રવણે સુધા; વડતાઁ સૂરિપદ આપીઉં તે વતી,
વલીય તસ બહુગુણે તેહ વાધ્યા યતિ. ૨૧ ગાથાર્થ :
સર્વદેવ નામના સૂરિ છત્રીસમી પાટેથયા ત્યાં છત્રીસમી પાટે, શ્રવણમાં સુંદર એવું વડગચ્છ નામ પડ્યું વનવાસી ગચ્છનું નામ વડગચ્છ પડ્યું. કેમ વડગચ્છ પડ્યું તે સાષ્ટ કરે છે. વડતલે સૂરિપદ આવ્યું તે વતી વડગચ્છ નામ પડ્યું. વળી, તેના બહુ ગુણમાં સૂરિના બહુ ગુણમાં, તે યતિ ઘણા વધ્યા તે સૂરિ પાસેથી તત્ત્વ પામીને ઘણા સાધુઓ આરાધક થયા. ર૧]
ભાવાર્થ :
સોલમી પાટે સામંતભદ્ર યતિથી વનવાસી ગચ્છ નામ પડ્યું અને પાંત્રીસ પાટ સુધી તે નામ ચાલ્યું. છત્રીસમી પાટે સર્વદેવ નામના આચાર્ય ભગવંત થયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org