________________
૧૦૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૬/ગાથા-૨૧થી ૨૩ અને તેમને વડવૃક્ષ નીચે સૂરિપદ અપાયું, તેના કારણે વનવાસી ગચ્છનું વડગચ્છ નામ પડ્યું. વળી, તે સૂરિ ઘણા પ્રભાવક હતા. તેથી તેમના ગુણોને કારણે વડગચ્છમાં રહેલા સાધુઓ ઘણા સમર્થ થયા. ૨૧ ગાથા :
સૂરિ જગચંદ જગ સમરસે ચન્દ્રમા, જેહ ગુરુ પાટે ચઉ અધિક ચાલીસમા; તેહ પામ્યું તપા નામ બહુતપ કરી !
પ્રગટ આઘાટપુરિ વિજયકમલા વરી. ૨૨ ગાથાર્થ :
જગતમાં ચંદ્રના સમરસવાળા જગચંદ નામના સૂરિ થયા. જે ગુરુ યુમાલીસમી પાટે થયા. બહુ તપ કરી તેનાથી તપા નામ પામ્યું વડગચ્છનું તપાગચ્છ નામ પામ્યું. વળી, તે જગચંદસૂરિ આઘાટપુરિમાં વાદમાં વિજય કમલા વરી પ્રગટ થયા ખ્યાતિ પામ્યા. 1રશા ભાવાર્થ –
છત્રીસમી પાટે વડગચ્છ નામ પડ્યું. તે નામ તેંતાલીશ પાટ સુધી ચાલ્યું. ચુંમાલીસમી પાટે સમતાના પરિણામવાળા અને ચંદ્રની જેમ પોતાના નામને શોભાવનાર શ્રી જગતચંદ્રસૂરિજી થયા. તેમને લગાતાર વર્ધમાન તપ કરી પોતાનું શરીર અતિકૃશ કરી નાંખેલું. એક વખત ચિત્તોડના રાણા હસ્તિ ઉપર આવતા હતા ત્યારે આચાર્ય ભગવાન સામે મળ્યા. હસ્તિ ઉપરથી રાણા નીચે ઉતરી એમના તપને જાણી “તપા”એ પ્રમાણે નામ આપ્યું જેના ઉપરથી તપાગચ્છ” નામ પડ્યું. આ મહાત્મા ચિત્તોડના રાણાની સભામાં ૮૪ વાદીઓને જીતી વિજયલક્ષ્મી વર્યા હતા. llરશા અવતરણિકા :
ગાથા-૧૮માં કહેલ કે હઠથી તાણેલી નહિ પણ શાસ્ત્રાનુસાર જે નીતિ છે તે તપાગચ્છમાં ભલી છે. ત્યાં પ્રશ્ન થયો કે તપાગચ્છ નામ કેવી રીતે પ્રાપ્ત થયું ? તેથી વીર ભગવાનની પાટથી ક્રમસર તપાગચ્છ નામ કેવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org