________________
૯૮
ઢાળ
પૂર્વ ઢાળ સાથેનો સંબંધ :
ઢાળ-૧૨માં ભાવશ્રાવકના ક્રિયાગત છ લિંગો બતાવ્યા, ઢાળ-૧૩માં ભાવશ્રાવકના ભાવગત સત્તર લિંગો બતાવ્યા. તે લિંગોને સમ્યગ્ સેવીને જે શ્રાવક ભાવગત સોળમું અને સત્તરમું લિંગ પ્રાપ્ત કરે છે તે શ્રાવકો સર્વવિરતિની અતિઆસન્ન ભૂમિકાવાળા છે અને તેવા શ્રાવકો ભવથી વિરક્ત થઈને સંયમ ગ્રહણ કરે ત્યારે ભાવસાધુ બને છે. તેથી હવે ભાવસાધુતા લક્ષણો બતાવવાં કહે છે
ગાથા :
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૪/ગાથા-૧
ચૌદમી
--
તે ભાવસાધુપણું લહે, જે ભાવશ્રાવક સાર;
તેહનાં લક્ષણ સાત છે, સવિ જાણે હો તું ગુણભંડાર; સાહિબજી! સાચી તાહરી વાણી. ૧
ગાથાર્થ ઃ
જે ભાવશ્રાવક સાર છે=પ્રધાન છે, તે ભાવસાધુપણું પ્રાપ્ત કરે, તેહના=ભાવસાધુના સાત લક્ષણ છે, તું ગુણના ભંડાર=ગુણના ભંડાર હે ભગવંત ! તમે સવિ જાણો છો. સાહિબજી તાહરી વાણી સાચી 99. 11911
Jain Education International
ભાવાર્થ :
ઢાળ-૧૨ અને ૧૩ માં વર્ણન કરાયેલા ભાવશ્રાવકના લક્ષણો શ્રાવકોમાં જે પ્રધાન પણે છે તેઓ સંયમ ગ્રહણ કરવાને માટે અત્યંત અભિમુખ ભાવવાળા છે. પરંતુ કોઈક તથાવિધ સંયોગથી ગૃહસ્થ અવસ્થામાં છે અને છતાં અનુકૂળ સંયોગ જણાય ત્યારે તેવા મહાત્માઓ કાળ વિલંબન વગર અવશ્ય સંયમ ગ્રહણ કરે છે અને સંયમ ગ્રહણ કરીને અવશ્ય ભાવસાધુપણું પ્રાપ્ત કરે છે. ભાવસાધુપણાના સાત લક્ષણ છે તે સર્વ લક્ષણ ગુણના ભંડાર એવા ભગવાન જાણે છે અને ભગવાને જ તે સાત લક્ષણ બતાવ્યા છે. હે સાહિબ ! તમારી વાણી સાચી છે અર્થાત્ આવા લક્ષણવાળા જ ભાવસાધુ હોય એ તમારી વાણી યથાર્થ છે.
||૧||
For Personal & Private Use Only
www.jainelibrary.org