________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૪/ગાથા-૨-૩, ૪ ૯૯ અવતરણિકા :
ભાવસાધુના ૭ લક્ષણોના નામો ગાથા-૨ અને ૩ થી બતાવે છે –
ગાથા :
કિરિયા મારગ અનુસારિણી ૧, શ્રદ્ધા પ્રવર અવિવાદ ૨; ઋજુભાવે પન્નવણિજ્જતા ૩, કિરિયામાં હો નિત્યે
અપ્રમાદ ૪. સા. ૨ નિજ શક્તિ-સારૂ કાજનો, આરંભ ૫ ગુણઅનુરાગ ૬; આરાધના ગુઆણની ૭, જેહથી લહિયે હો
ભવજલતાગ. સા. ૩ ગાથાર્થ :
(૧) મારગ અનુસારિણી ક્રિયા માર્ગાનુસારી ક્રિયા, (૨) વિવાદ વગરની પ્રવર=પ્રકૃષ્ટ શ્રદ્ધા, (3) ઋજુભાવ હોવાથી પ્રજ્ઞાપનીયતા, (૪) ક્રિયામાં નિત્ય અપ્રમાદ. ||રા
(૫) નિજ શક્તિ અનુરૂપ કાર્યનો આરંભ, (૬) ગુણાનુરાગ, (૭) ગુર આજ્ઞાની આરાધના, જેનાથી ભવજલનો પાર પામીએ. ||all ભાવાર્થ :
આ સાત લક્ષણોના સમ્યગુ પાલનથી મહાત્મા ભવરૂપી સમુદ્રમાંથી સુખે પાર પામે છે. I-all અવતરણિકા :
હવે, ભાવસાધુનું માર્ગાનુસારીજિયા સ્વરૂપ પ્રથમ લક્ષણ ગાથા-૮ સુધી બતાવે છે – ગાથા :
માર્ગ તે સમયની સ્થિતિ તથા, સંવિજ્ઞબુધની નીતિ; એ દોઈ અનુસારે ક્રિયા, જે પાલે હો તે ન લહે ભીતિ. સા. ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org