________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૯-૧૦ આદિના વક્તવ્ય અનુસાર વિધિ, વારણા અને ઉભયમાં યથાર્થ યોજન કરવામાં આવે તો તે સ્ત્ર પ્રમાણ બને અને તેનાથી વિપરીત યોજન કરવામાં આવે તો અપ્રમાણ બને માટે માત્ર સુત્રથી વાચ્ય સામાન્ય અર્થ ગ્રહણ કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય નહિ; કેમ કે તે અર્થ પ્રમાણ પણ નથી અને અપ્રમાણ પણ નથી. ll ll અવતરણિકા :
વળી, એકલા સૂત્રથી ઈષ્ટ એવા સ્થાનની પ્રાપ્તિ થતી નથી, પરંતુ સૂત્ર અને અર્થ ઉભયથી જ ઈષ્ટ એવા મોક્ષરૂપ સ્થાનની પ્રાપ્તિ થાય છે. માટે સૂત્રને જ પ્રમાણ કહેનાર લુંપાકનું સ્થાનકવાસીનું, વચન મિથ્યા છે. તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
અંધ પંગુ જિમ બે મલે, ચાલે ઈચ્છિત ઠાણ; જિનજી!
સૂત્ર અરથ તિમ જાણીયેં, કાભાષ્યની વાણ. જિનજી! ૧૦ ગાથાર્થ -
જેમ અંધ પુરુષ અને પંગુ બે મળે તો ઈચ્છિત સ્થાને ચાલે, તેમ સૂત્ર અને અર્થ જાણીએ-સૂત્ર અને અર્થ બે મળે, તો ઈચ્છિત સ્થાને ચાલે. એમ જાણીએ એ પ્રકારની કલ્પભાષ્યની વાણી છે. [૧૦]. ભાવાર્થ :
સૂત્ર અંધ સ્થાનીય છે. જેમ અંધ પુરુષ કયા માર્ગે જવાથી ઇષ્ટસ્થાનની પ્રાપ્તિ થશે તે જોઈ શકતો નથી તેમ સૂત્રથી પ્રાપ્ત સામાન્ય અર્થ ઇષ્ટ એવા મોક્ષમાર્ગને બતાવવા સમર્થ નથી અને પંગુ જેવો અર્થ ઇષ્ટ એવા મોક્ષના માર્ગને જોનાર હોવા છતાં મોક્ષમાર્ગ પર ગમન કરી શકતો નથી પરંતુ જેમ અંધ પુરુષ અને પંગુ સાથે મળીને માર્ગમાં ગમન કરી શકે અર્થાત્ અંધ પુરુષ પંગુને પોતાના ખભા પર બેસાડે અને પંગુ પુરુષ અંધને માર્ગ બતાવે તો તે બને ઇચ્છિત સ્થાનને પ્રાપ્ત કરે છે તેમ સૂત્ર અને અર્થ બન્ને ભેગા મળે તો મોક્ષમાર્ગમાં ગમન કરીને ઇચ્છિત એવા મોક્ષને પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org