________________
૧૦
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૯|ગાથા-૮-૯ વળી, સૂત્રમાત્રથી અર્થની પ્રાપ્તિ થતી નથી આથી જ દશપૂર્વધર એવા સ્થૂલિભદ્ર મુનિને પૂ. ભદ્રબાહુસ્વામીજીએ પાછળના ચાર પૂર્વો સૂત્રથી આપ્યા, અર્થથી આપ્યા નહિ તો તે ચાર પૂર્વનો અર્થ દશપૂર્વી એવા સ્યુલિભદ્ર મુનિ પણ સ્વયં પ્રાપ્ત કરી શક્યા નહિ; કેમ કે અર્થ ક્યાં જાય છે તેની પ્રાપ્તિ નહિ હોવાથી સૂત્ર તે દિશામાં જવા માટે અસમર્થ છે. માટે સૂત્રોના અક્ષર પ્રમાણે એકલો અર્થ સ્વીકારવામાં આવે તો તે સૂત્રથી યથાર્થ અર્થ પ્રાપ્ત થાય નહિ તેથી હિતની પ્રાપ્તિ થાય નહિ માટે હિતાર્થીએ સૂત્રના વિશેષ અર્થને કહેનાર નિયુક્તિ આદિને સ્વીકારીને તેના અર્થ અનુસાર સૂત્રનું યોજન કરવું જોઈએ. III અવતરણિકા -
અર્થ સાપેક્ષ સૂત્ર પ્રમાણ છે અને અર્થ નિરપેક્ષ સૂત્ર પ્રમાણ નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા :
અર્થ કહે વિધિ વારણા ઉભય સૂત્ર જિમ ઠાણ; જિનજી!
તિમ પ્રમાણ સામાન્યથી, નવિ પ્રમાણ અપ્રમાણ. જિનજી ! ૯ ગાથાર્થ -
જેમ સૂત્ર ઠાણ-સ્થાને, વિધિ, વારણા અને ઉભય વિધિ અને નિષેધ ઉભય, અર્થ કહે તિમ પ્રમાણ અર્થાત્ તે રીતે સ્ત્ર પ્રમાણ છે. સામાન્યથી વિધિ, વારણા અને ઉભયરૂપ અર્થના યોજન વગર સામાન્યથી, નવિ પ્રમાણ અપ્રમાણ સૂત્ર પ્રમાણ નથી અને અપ્રમાણ નથી. IIII ભાવાર્થ -
આગમસૂત્રો કોઈક સ્થાને વિધિરૂપ અર્થને કહે છે, કોઈક સ્થાને વારણારૂપ અર્થને કહે છે અર્થાત્ નિષેધ વચનને કહે છે અને કોઈક સ્થાને વિધિ નિષેધરૂપ ઉભય વચનને કહે છે. સૂત્રના તે પ્રકારના અર્થનું યોજન કરીને સૂત્રનો અર્થ કરવામાં આવે તો તે સ્ત્ર પ્રમાણ બને છે અર્થાત્ તે સૂત્ર અર્થનું યથાર્થ પ્રકાશન કરનાર બને છે માટે પ્રમાણ છે. પરંતુ વિધિ, વારણા કે ઉભય અર્થને ગ્રહણ કર્યા વગર, સૂત્રથી વાચ્ય અર્થને કહેવામાં આવે તો તે કથન પ્રમાણરૂપ પણ નથી અને અપ્રમાણરૂપ પણ નથી; કેમ કે સૂત્રથી વાચ્ય અર્થને નિર્યુક્તિ
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org