________________
૧૬૨
ગાથા :
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૧૭
શુદ્ધવ્યવહાર છે ગચ્છકિરિયા થિતિ, દુપ્પસહ જાવ તીરથ કહ્યું છે નીતિ; તેહ સંવિજ્ઞગીતાર્થથી સંભવે,
અવર એરંડ સમ કોણ જગ લેખવે. ૧૭
ગાથાર્થ ઃ
ગચ્છકિરિયાની સ્થિતિ=સુવિહિત સાધુઓનો જે સમુદાય એ રૂપ જે ગચ્છ તેની આચરણાની સ્થિતિમાં, શુદ્ધ વ્યવહાર છે અને શાસ્ત્રમાં દુપ્પસહસૂરિ સુધી તીરથ કહ્યું છે એ નીતિ સુવિહિત ગચ્છની ક્રિયાથી પ્રાપ્ત થાય છે અને તેહ સંવિજ્ઞગીતાર્થથી સંભવે=શુદ્ધ વ્યવહારની સ્થિતિ સંવિજ્ઞગીતાર્થથી સંભવે=અવર એરંડા જેવા છે=જે સંવિજ્ઞગીતાર્થ નથી અને જે ક્રિયાઓ કરે છે તે એરંડા જેવા છે, તેઓને જગતમાં કોણ ગણે ? અર્થાત્ તેઓની ક્રિયાઓથી તીર્થ ચાલતુ નથી, પરંતુ સંવિતગીતાર્થોથી તીર્થ ચાલે છે. ||૧૭||
ભાવાર્થ :
જે સુસાધુનો ગચ્છ છે તેઓ જિનવચનાનુસાર ઉચિત ક્રિયાઓ કરે છે, અનાભોગાદિથી સંયમમાં કોઈ સ્ખલના થાય તો તેની આલોચના, નિંદા, ગર્હા કરીને શુદ્ધિ કરે છે, તેઓથી શુદ્ધ વ્યવહારની સ્થિતિ છે અને આવા શુદ્ધ વ્યવહારની સ્થિતિ દુપ્પહસૂરિ સુધી તીર્થ કહ્યું છે, તેથી ત્યાંસુધી રહેશે. પરંતુ તે શુદ્ધ વ્યવહાર સંવિજ્ઞગીતાર્થથી સંભવે છે. તેથી જે સાધુ સંવેગવાળા છે, અને શાસ્ત્રના પરમાર્થને જાણનારા છે તેઓ ઉચિત દ્રવ્ય-ક્ષેત્રાદિનો વિચાર કરીને શિષ્યોને જિનવચાનુસાર પ્રર્વતાવે છે. તેનાથી શુદ્ધ વ્યવહારની સ્થિતિ છે અને જેઓ સંવિજ્ઞગીતાર્થ નથી અને ક્રિયાઓ કરે છે તે સર્વ એરંડા જેવા છે=જેમ એરંડામાં માધુર્યં નથી જ્યારે શેરડીમાં માધુર્ય છે તેમ અસંવિજ્ઞ સાધુમાં સંવેગનું માધુર્ય નથી, તેમજ તેમની સંયમની આચરણામાં સંવેગનું માધુર્ય નથી જ્યારે સંવિજ્ઞગીતાર્થની આચરણામાં સંવેગનું માધુર્ય છે. તેથી સંવિજ્ઞગીતાર્થથી અન્યની પ્રવૃત્તિને ધર્મરૂપે કોણ ગણે અર્થાત્ કોઈ સુવિહિત તેઓની પ્રવૃત્તિને ધર્મરૂપે ગણે નહીં. II૧૭॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org