________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૧૮
અવતરણિકા :
પૂર્વ ગાથામાં કહ્યું કે સંવિજ્ઞગીતાર્થથી શુદ્ધ વ્યવહાર સંભવે, અન્યથી નહિ. હવે તે સંવિજ્ઞગીતાર્થનો વ્યવહાર તપાગચ્છમાં કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
ગાથા :
-
શાસ્ત્રઅનુસાર જે નવિ હર્ડે તાણિયે, નીતિ તપગચ્છની તે ભલી જાણિયે; જીત દાખે જિહાં સમયસારૂ બુધા, નામ ને ઠામ કુમતે નહીં જસ મુધા. ૧૮ ગાથાર્થ ઃ
જે=જે વ્યવહાર, શાસ્ત્રાનુસાર છે પરંતુ હમેં તાણીએ નવિ=હથી તાણીને કરાયેલો નથી, અને તે ભલી નીતિ તપાગચ્છની જાણીએ= શાસ્ત્રાનુસાર કરવાની નીતિ તપાગચ્છમાં પ્રાપ્ત થાય છે એમ જાણીએ, જિહાં=જે તપાગચ્છમાં, બુધ પુરુષો સમયસારુ જીત દાખે=શાસ્ત્રાનુસાર જીતવ્યવહાર બતાવે છે, અને જેના=જે તપાગચ્છના, નામ અને સ્થાન મુગ્ધ કુમતના નથી=નિષ્ફળ કુમતના નથી. II૧૮।।
ભાવાર્થ:
જે સુવિહિત ગચ્છની ક્રિયા છે તે શાસ્ત્રાનુસાર છે પરંતુ સ્વમતિના હઠથી કરાયેલી ક્રિયા શુદ્ધ વ્યવહાર નથી. અહીં પ્રશ્ન થાય કે કયા શાસ્ત્રાનુસાર કરાયેલી ક્રિયા શુદ્ધ વ્યવહારની છે ? તેથી કહે છે.
૧૬૩
તપાગચ્છની એ ભલી નીતિ જાણવી=તપાગચ્છના જે શાસ્ત્રો ઉપલબ્ધ છે અને તે શાસ્ત્રાનુસારી જે ક્રિયા થાય છે તે શુદ્ધ વ્યવહાર છે, અન્ય નહિ. અહીં પ્રશ્ન થાય કે તપાગચ્છના શાસ્ત્રોની નીતિ ભલી છે તે કેમ નક્કી થાય ? તેથી કહે છે.
Jain Education International
જે તપાગચ્છમાં બુધ પુરુષો શાસ્ત્રના સારને પામેલા છે તેઓ જીતવ્યવહાર બતાવે છે. વળી, આ તપાગચ્છનું નામ અને તપાગચ્છનું સ્થાન કુમતોએ કરેલું નથી, પરંતુ ભગવાનની પરંપરાથી પ્રાપ્ત થયેલું છે માટે નિષ્ફળ નથી. II૧૮।।
For Personal & Private Use Only
www.jainelibrary.org