________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૧૨
૧૨૩
અવતરણિકા :
ગાથા-૮થી ૧૧ સુધી સંવિજ્ઞપાક્ષિક કેવા છે તેનું સ્વરૂપ બતાવ્યું. હવે જેઓ સાધુવેશમાં છે અને ભગવાનના શાસનની મર્યાદાથી સંયમ સ્થાનને જાણીને તેવું સ્વરૂપ પોતાનામાં ન હોય તોપણ સંવિજ્ઞપાક્ષિક મહાત્માની જેમ પોતે સુસાધુ નથી પરંતુ સુસાધુના પક્ષપાતી છે તેમ યથાર્થ સ્વીકારવાને બદલે સાધુ વેશની યત્કિંચિત્ આચરણા માત્રથી પોતાને સાધુ માને છે. તેઓ કેવા છે ? તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
સંયમઠાણ વિચારી જોતાં, જો ન લહે નિજસાખેં;
તો જૂઠું બોલીને દુરમતિ, શું સાધે ગુણ પાખે ? ધન. ૧૨ ગાથાર્થ :
સંયમનું સ્થાન પોતાનામાં છે કે નહિ તેને વિચારીને જોતાં, જો નિજસાખેં-આત્મસાક્ષીએ, પોતાનામાં સંયમનું સ્થાન ન હોય છતાં જુઠું બોલીને અમે સંયમની ક્રિયા કરીએ છીએ માટે સાધુ છીએ એમ જુઠું બોલીને, ગુણ પાખે ગુણ વગર, તે દુરમતિ શું સાધે? અર્થાત્ તે સાધુ નથી, પાપશ્રમણ છે. ll૧૨ ભાવાર્થ :
કોઈ સાધુ સંયમના વેશમાં હોય અને સંયમની બાહ્ય આચરણા કરતા હોય એટલા માત્રથી ગુણસ્થાનકની પરિણતિ આવી જતી નથી અને પ્રસ્તુત ઢાળમાં ગાથા-૧થી ૭ સુધી ગુણસ્થાનકની પરિણતિ કેવી છે તેનું ગ્રંથકારશ્રીએ સંક્ષેપથી સ્વરૂપ બતાવ્યું. તેવું સંયમસ્થાન વિચારતા જે સાધુને પોતાનામાં તે સંયમસ્થાન છે તેવું દેખાય નહિ છતાં પોતે સાધુ છે તેમ જુઠું બોલે છે તે દુર્મતિ, સંયમસ્થાનની પ્રાપ્તિ વગર જુઠું બોલી શું સાધે ? અર્થાત્ કંઈ પ્રાપ્ત કરે નહિ પરંતુ પાપભ્રમણ બને. આથી જ સંવિજ્ઞપાક્ષિક ગુણસ્થાનકની પરિણતિ જોઈને પોતાનામાં તેવી ગુણસ્થાનકની પરિણતિ નથી તેવું જાણીને ઉચિત સ્થાને યોગ્ય જીવોને માર્ગનો બોધ કરાવવા અર્થે કહે છે કે “અમે તો લિંગધારી છીએ, ભગવાનના વચનનો આચાર આ પ્રમાણે છે અને તે આચારને સેવનારા સુવિહિત સાધુ છે.” એવા સુવિહિત સાધુની સંવિજ્ઞપાક્ષિક સ્તુતિ કરે છે. ll૧ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org