________________
૧૭૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૬/ગાથા-૨૪-૨૫ છે, ફક્ત મનથી શુદ્ધનયના વિચારો કરે છે તેઓ દેહ પ્રત્યેના રાગથી શરીરને સાચવવામાં વ્યગ્ર છે. માટે શુદ્ધનયને અનુકૂળ એવી નિર્લેપદશાને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી શુદ્ધનયની વિચારણા પણ તેઓને માટે મોક્ષનું કારણ બનતી નથી.
આ રીતે માત્ર ક્રિયા કરનારા અને માત્ર શુદ્ધનયના વિચાર કરનારા જીવો માર્ગમાં નથી તેમ બતાવીને હવે મોક્ષમાર્ગને કોણ સાધે છે ? તે બતાવતા કહે છે.
જે સાધુઓ જ્ઞાનયોગને સાધે તેવી ક્રિયા કરે છે તેઓ મોક્ષમાર્ગમાં છે. આશય એ છે કે શુદ્ધનયને લક્ષ્ય કરીને નિર્લેપ દશારૂપ જ્ઞાનયોગ પ્રગટ થાય તે પ્રકારના ઉપયોગપૂર્વક શાસ્ત્રાનુસારી ક્રિયા કરનારા સાધુઓ મોક્ષને સાધે છે, અન્ય નહિ. રજા અવતરણિકા :
શુદ્ધનયનું મહત્વ પ્રસ્તુત ઢાળમાં બતાવ્યું અને શુદ્ધનયના પરમાર્થને જાણીને તપાગચ્છમાં પ્રસિદ્ધ એવી શુદ્ધ ક્રિયાઓ જેઓ કરે છે, તેઓ જ્ઞાનયોગની પ્રાપ્તિ દ્વારા મોક્ષમાર્ગને સાધે તેમ બતાવ્યું. હવે તે સર્વ કથનનું નિગમત કરતા કહે છે – ગાથા :
સરલભાવે પ્રભો ! શુદ્ધ ઈમ જાણતાં, હું લહું સુજસ તુઝ વચન મન આણતાં પૂર્વ સુવિહિતતણા ગ્રંથ જાણી કરી,
મુઝ હોજો તુઝ કૃપા ભવ-પયોનિધિ-તરી. ૨૫ ગાથાર્થ :
હે પ્રભુ ! ઈમ આ રીતે, સરલભાવે શુદ્ધ=શુદ્ધનયને જાણતા, હું તમારા વચનને મનમાં આણતા, સુજશને પ્રાપ્ત કરું-શુદ્ધ માર્ગના સેવનના સુંદર યશને પ્રાપ્ત કરું, પૂર્વ સુવિહિતતણા પૂર્વ સુવિહિત સાધુઓ તણા, ગ્રંથ જાણી કરી મને ભવ પાયોનિધિ તરીeભવરૂપી સમુદ્રમાં તારનારી, તમારી કૃપા હો. રિપો!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org