________________
૧૬૯
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૨૪ ભાવાર્થ -
શુદ્ધનાથી પરમાત્માનું ધ્યાન કરવાથી આપણો આત્મા પરમાત્મા તુલ્ય શુદ્ધ બને છે તેમ ગાથા-૧માં બતાવ્યું. ત્યારપછી ગાથા-રથી ૯ સુધી શુદ્ધનાથી આત્માનું પારમાર્થિક સ્વરૂપ કેવું છે તે બતાવ્યું. વળી, શુદ્ધનયને અભિમત એવા આત્માના શુદ્ધ સ્વરૂપને અવલંબીને સાધુઓ યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે તે ગાથા-૧૦માં બતાવ્યું અને ચૌદપૂર્વના સારરૂપ જે મુનિભાવ છે તેનો પણ સાર શુદ્ધનય છે તેમ ગાથા-૧૧માં બતાવ્યું. તેથી ધર્મની સર્વ પ્રવૃત્તિ શુદ્ધનયને ધ્યેય કરીને વર્તે છે તેમ ફલિત થયું. પછી શુદ્ધાને પ્રગટ કરવા માટે શુદ્ધ વ્યવહારની ક્રિયા કઈ રીતે કારણ છે તે ગાથા-૧૨થી ૧૪ સુધી બતાવ્યું અને તે શુદ્ધનયની ક્રિયા તપાગચ્છમાં પ્રાપ્ત છે તે અત્યારસુધી બતાવ્યું. હવે તપાગચ્છને પ્રાપ્ત કરીને પણ કેટલાક જીવો માત્ર બાહ્ય ક્રિયામાં ધર્મ માનનારા છે તેઓ કેવા છે ? તે બતાવતાં કહે છે.
કેટલાક જીવો ચીથરાં વણવાની ક્રિયાથી મોક્ષ છે અર્થાત્ માત્ર પડિલેહણાદિ કે નિર્દોષ ભિક્ષાચર્યાદિ બાહ્ય ક્રિયા કરવાથી મોક્ષ છે તેમ માને છે પરંતુ શુદ્ધનયને લક્ષ્ય કરીને તેને અનુરૂપ ભાવો થાય તે રીતે શાસ્ત્રાનુસારી શુદ્ધ ક્રિયાઓ કરવામાં ઉદ્યમવાળા નથી તેઓ મોક્ષમાર્ગમાં નથી.
વળી, કેટલાક શુદ્ધનયનું વર્ણન સાંભળીને શુદ્ધનની પ્રાપ્તિના અર્થી થયા છે પરંતુ અવિચારકતાને કારણે શુદ્ધ ક્રિયાનો અપલાપ કરે છે તેઓ કેવા છે તે બતાવતાં કહે છે : શાસ્ત્રમાં બતાવેલા શુદ્ધનયના વર્ણનને સાંભળીને કેટલાક વિચારે છે કે બાહ્ય ક્રિયાઓ શું કામની છે ? વસ્તુતઃ ઘરે રહીને શરીરને અનુકૂળ ભોજનાદિ કરીને શુદ્ધનયથી આત્માને ભાવિત કરવામાં આવે તોપણ શુદ્ધનયના ધ્યાનથી મુક્તિ થશે.
આ બન્ને નયોમાં મૂઢ શુદ્ધક્રિયાનયના અને શુદ્ધનયના ભેદને જાણતા નથી તેથી મોક્ષમાર્ગથી બહાર છે. આનાથી એ ફલિત થાય કે જે સાધુઓ સાધુવેશમાં રહેલા છે અને સાધ્વાચારની બાહ્ય શુદ્ધ ક્રિયાઓ કરનારા છે પણ શુદ્ધનારૂપ લક્ષ્ય સાથે ક્રિયાને જોડનારા નથી તેઓ મોક્ષમાર્ગમાં નથી. વળી, જેઓ શુદ્ધનયથી શુદ્ધ આત્માના સ્વરૂપનું ભાવન કરે છે પરંતુ તપ સંયમની કોઈ ક્રિયા કરતા નથી અને ગૃહવાસમાં રહીને શરીરને સાચવવાની વગેરે ક્રિયા કરવામાં રક્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org