________________
૧૬૮
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૬/ગાથા-૨૪ જેઓને ગુરુનો યોગ છે અને પરિણતપણું છે તેમાં શુદ્ધતય પરિણમન પામે છે અને આવો શુદ્ધ વ્યવહાર ક્યાં છે તે બતાવવા માટે ગાથા-૧૮માં કહ્યું કે શાસ્ત્રાનુસારી જે વ્યવહાર હોય તે શુદ્ધ વ્યવહાર છે અને તે તપાગચ્છ ની નીતિ છે. ત્યાં પ્રશ્ન થયો કે શુદ્ધ વ્યવહારને સાચવનાર તપાગચ્છ નામ કઈ રીતે પ્રાપ્ત થયું? તેથી તપાગચ્છના છ નામો ગુણના સ્થાનભૂત છે તેનું નિરુપણ અત્યારસુધી કર્યું અને જેઓ તપાગચ્છમાં શ્રદ્ધા કરીને તે પરંપરામાં પ્રાપ્ત શાસ્ત્ર ભણીને શાસ્ત્રાનુસારી ક્રિયા કરે છે તેઓ જ્ઞાનયોગી છે એમ પૂર્વ ગાથામાં કહ્યું. હવે તપાગચ્છમાં રહેલા પણ કેટલાક શુદ્ધ વ્યવહાર નહિ સેવનારા જીવો કેવા છે તે બતાવીને શુદ્ધ વ્યવહાર સેવવાથી શુદ્ધનયની પ્રાપ્તિ થાય છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે
ગાથા :
કોઈ કહે મુક્તિ છે વીણતાં ચીંથરાં, કોઈ કહે સહજ જમતાં ઘર દહીંથરાં; મૂઢ એ દોય તસ ભેદ જાણે નહી,
જ્ઞાનયોગે ક્રિયા સાધતાં તે સહી. ૨૪ ગાથાર્થ :
કોઈ ચીથરાં વીણતા મુક્તિ કહે છે નિશ્ચયનયને અભિમત પરિણામ નિરપેક્ષ માત્ર પડિલેહણાદિ સાધુની બાહ્ય ક્રિાઓ કરતાં કરતાં મોક્ષની પ્રાતિ છે તેમ કહે છે, કોઈ કહે ઘરે રહીને દહીં ટેબરા જમતાં આત્મા સહજ ભાવે પોતાના આત્મભાવમાં વર્તે તેનાથી મુક્તિ છે, એ બને મૂઋક્રિયાનય અને શુદ્ધનય એ બન્ને નયોમાં મૂઢ, તેના ભેદ ને જાણે નહિ ક્રિયાનય અને શુદ્ધનયના પરમાર્થને જાણે નહિ, જ્ઞાનયોગે ક્રિયા સાધતા=જ્ઞાનાયોગની પ્રાપ્તિનું કારણ બને એ રીતે ક્રિયાને સેવતા, તે મુક્તિ , સહી છે. ll૨૪ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org