________________
૧૭૧
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૬/ગાથા-૨પ ભાવાર્થ :
પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે શાસ્ત્રોથી શુદ્ધનયને સરળ ભાવે જાણીને ગ્રંથકારશ્રી કહે છે કે હે પ્રભુ ! શાસ્ત્રમાં કહેલા તમારા વચનને મનમાં લાવતા હું સુયશને પ્રાપ્ત કરું અર્થાત્ ભગવાનના વચનને મનમાં લાવીને તમારા વચનાનુસાર શુદ્ધનયને લક્ષ્ય કરીને શુદ્ધ ક્રિયાના સેવનપૂર્વક મોક્ષમાર્ગની આરાધનાને હું પ્રાપ્ત કરું. વળી, ગ્રંથકારશ્રી કહે છે કે પૂર્વના સુવિહિત સૂરિઓના ગ્રંથોથી આ શુદ્ધનયના અને વ્યવહારનયના સારને મેં પ્રાપ્ત કર્યો છે, તેના સેવનથી સંસારસમુદ્રને તારનારી એવી તમારી કૃપા મને પ્રાપ્ત થજો અર્થાત્ વીતરાગનું વચન વીતરાગભાવને અનુકૂળ મહા ઉદ્યમ કરાવવા માટે સમર્થ બને તેવી તમારી કૃપા મને પ્રાપ્ત થજો. રપા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org