________________
૬૮
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૧/ગાથા-૨૦
અવતરણિકા :હવે લબ્ધલક્ષ્ય ગુણ બતાવે છે –
ગાથા :
શીખે લખે સુખે સકલ, લબ્ધલક્ષ શુભકાજ;
ઈમ એકવીસ ગુણે વર્યો; લહે ધર્મનું રાજ. ૨૦ ગાથાર્થ -
સકલ શુભકાજ=બધા શુભકાજો સુખે શીખે સહેલાઈથી જાણે અને સુખે લખે સહેલાઈથી જીવનમાં ઉતારે તે લબ્ધલક્ષ્ય કહેવાય. આ પ્રમાણેના=અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણેના, એકવીસ ગુણોથી વર્યો વરેલો પુરુષ, ધર્મનું રાજ=સામ્રાજ્ય પામે. ll૨૦II ભાવાર્થ -
(૨૧) જે જીવોમાં માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થાય તેવા પ્રકારનો જ્ઞાનાવરણીયનો લયોપશમભાવ વર્તે છે તેઓ સુગુરુ પાસેથી સકલ શુભ કાર્યો કઈ રીતે કરવાથી સંસારના ઉચ્છેદનું કારણ બને તેના મર્મને સુખેથી શીખે છે. અને તેના મર્મને જાણ્યા પછી પોતાની ભૂમિકા અનુસાર સર્વ શુભ કાર્ય સુખેથી આરાધી શકે છે. તેથી સંસાર પ્રત્યે નિર્વેદના ભાવપૂર્વક અને જે અનુષ્ઠાનમાં જે પ્રકારનો સંવેગ અપેક્ષિત છે તે પ્રકારના સંવેગપૂર્વક તે અનુષ્ઠાન સેવે છે. આથી આવા જીવો ભગવાનની પૂજા કરે તો તે પ્રકારનાં સંવેગપૂર્વક પૂજા કરે છે, જેથી તે પૂજારૂપ દ્રવ્યસ્તવ અવશ્ય ભાવતવનું કારણ બને છે. તેવા જીવો લબ્ધલક્ષ્યવાળા છે અર્થાત્ ઉપદેશાદિથી લક્ષ્યને યથાર્થ પ્રાપ્ત કર્યું છે અને શુભકાર્યના સેવન કાળમાં લક્ષ્ય સાથે ચિત્તને બદ્ધ કરીને સેવન કરનારા છે આથી લબ્ધલક્ષ્ય છે.
આ “એકવીસ' ગુણો જે પુરુષ ધારણ કરે છે તે પુરુષમાં ધર્મનું સામ્રાજ્ય વર્તે છે. ll૨૦II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org