________________
૩૬
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૧૦/ગાથા-૮ કરતા હોય છે અને બહિરંગ રીતે તે સમભાવની વૃદ્ધિને અનુકૂળ મન-વચનકાયાની ઉચિત પ્રવૃત્તિ કરતા હોય છે. આમ છતાં આદ્ય ભૂમિકાવાળા મહાત્મા તે પ્રવૃત્તિ કરવામાં અતિ સુઅભ્યસ્ત નથી, તેથી અતિઠંડી કે અતિ ગરમીરૂપ વિપ્ન ઉપસ્થિત થાય અને તેનું નિવારણ ન કરી શકે તો તેઓ બાહ્ય ક્રિયા કરતા હોય તોપણ તે ક્રિયાના આલંબનના બળથી અંતરંગ સમભાવની વૃદ્ધિને અનુકૂળ યત્ન કરી શકતા નથી. તેથી તે ભૂમિકામાં શીત, તાપાદિ વિનને યથાર્થ જાણીને કઈ રીતે દૂર કરવા જોઈએ તેનો જેને બોધ નથી તે સાધુ વિધ્વજય કરીને મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ કરી શકે નહિ. તેથી જઘન્ય એવા શીત તાપાદિ ક્યારે વિઘ્નરૂપ છે અને ક્યારે સંયમના ભાવની વૃદ્ધિના અંગભૂત છે તેનો યથાર્થ બોધ કરીને જે સાધુ તે વિઘ્નનો પરિહાર કરી શકે છે તે સાધુ મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ કરી શકે છે. જેમ કોઈક સાધુ શીત તાપાદિ સહન કરીને જ નિર્લેપતાની વૃદ્ધિ કરી શકતા હોય તેઓને શીતતાપાદિ વિઘ્ન નથી પરંતુ સંયમની વૃદ્ધિના અંગભૂત અવયવો છે. આથી જ સુસાધુઓ ઉનાળામાં તડકામાં રહીને ધ્યાન કરતા હોય છે અને શિયાળામાં તડકો ન હોય તેવા સ્થાનમાં ધ્યાન કરતા હોય છે.
વળી, જે સાધુઓની તે ભૂમિકા નથી તેઓને બાહ્ય શીત તાપાદિ વિઘ્ન અંતરંગ યોગમાર્ગની પ્રવૃત્તિના સુદઢ વ્યાપારને સ્કૂલના કરે છે, ત્યારે તે મહાત્માઓ આ શીત તાપાદિ મારા સ્વરૂપના બાધક નથી એ પ્રકારની ભાવનાથી આત્માની અંતરંગ શક્તિને ઉલ્લસિત કરે છે. જેથી અંતરંગ પ્રવૃત્તિમાં બાધ કરતા તે શીત તાપાદિ વિદ્યમાન હોવા છતાં વિઘ્નરૂપ બનતા નથી અને તે પ્રકારની ભાવનાથી પણ જે મહાત્માઓ અંતરંગ પ્રવૃત્તિમાં શીત તાપાદિને કારણે સ્કૂલના પામે છે તેઓ ઉચિત બાહ્ય ઉપાય દ્વારા પણ વિપ્નનું નિવારણ કરીને અંતરંગ યોગમાર્ગને સુરક્ષિત કરે છે અને જેઓને તેવો બોધ નથી તેવા સાધુઓ શીત તાપાદિ વિપ્ન છે તેમ માનીને તેને દૂર કરે છે અને શાતાના અર્થી એવા તેઓ સંયમના પરિણામથી રહિત થઈને બાહ્ય સંયમની ક્રિયાઓ કરે છે, તેથી તેઓની સંયમની ક્રિયા પણ સમભાવની વૃદ્ધિનું કારણ બનતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org