SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૦/ગાથા-૭-૮ ૩૫ તેઓની સર્વ પ્રવૃત્તિ સંસારભાવનું ઉમૂલન કરીને વીતરાગભાવને અનુકૂળ એવા ઉત્તમ ભાવોનું આત્મામાં સંસ્કારરૂપે આધાન કરે છે અને તે સંસ્કારો જેમ જેમ અતિશયિત થાય છે તેમ તેમ સાધુનો સંસાર પરિમિત થાય છે અને તેમનું મોક્ષ તરફનું પ્રયાણ સતત ચાલે છે. તે પ્રમાણમાં આગળમાં બતાવાશે તે પ્રકારના ત્રણ વિદ્ગમાંથી કોઈ પણ વિપ્ન ઉપસ્થિત થાય અને સાધુ તેનો જય ન કરી શકે તો અવિચ્છિન્ન પ્રયાણ થાય નહિ અને વિધ્વરહિત એવી ક્રિયાથી જ મોક્ષરૂપી નગરની પ્રાપ્તિ થાય છે. આ વસ્તુ અજ્ઞાની કઈ રીતે જાણી શકે ? અર્થાત્ જાણી શકે નહિ માટે ગાથા-૧માં કહ્યું તેમ ભગવાનના વચનના પરમાર્થના જ્ઞાન વગરની કરાતી ક્રિયામાં દોષ છે અને તે દોષોથી કર્મબંધ થાય છે માટે ક્રિયાના ફળના અર્થીએ સમ્યમ્ ક્રિયાની નિષ્પત્તિના ઉપાયભૂત સમ્યગુજ્ઞાનમાં ઉદ્યમ કરવો જોઈએ. IIળા અવતરણિકા - પૂર્વગાથામાં કહ્યું કે વિધ્વજય કર્યા વિના સાધુ મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ કરી શકે નહિ. તેથી હવે સાધુને પ્રાપ્ત થતા ત્રણ પ્રકારના વિધ્ય બતાવે છે – ગાથા : શીતતાપમુખ વિઘન છે રે, બાહિર અન્નાર વ્યાધિ રે; મિથ્યાદર્શન એહની રે, માત્રા મૃદુમધ્યાધિ રે. પ્રભુ ! ૮ ગાથાર્થ - બાહિર=બાહ્ય શીતતાપ પ્રમુખ વિપ્ન છે, અંતર-શરીરની અંદરમાં. વ્યાધિ વિજ્ઞ છે, મિથ્યાદર્શન વિપ્ન છે, એહની રે=“ત્રણ પ્રકારના વિમ્બ બતાવ્યા એહની રે મૃદુમધ્યાધિ રે મૃદુ અર્થાત્ જઘન્ય, મધ્ય અર્થાત્ મધ્યમ, અધિ અર્થાત્ ઉત્કૃષ્ટ માત્રા છે. III ભાવાર્થ : સુસાધુ ભગવાનના વચનના પરમાર્થનો બોધ કરીને સતત ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને અંતરંગ રીતે સમભાવના પરિણામની વૃદ્ધિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy