________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૯/ગાથા-૨૯ અવતરણિકા :પ્રસ્તુત ઢાળનો ફલિતાર્થ કહે છે –
ગાથા :
જે સમતોલે આચરે, સૂત્રઅર્થનું પ્રીતિ; નિજી !
તે તુઝ કરુણાયે વરે, સુખજશ નિર્મલ નીતિ. જિનજી ! ૨૯ ગાથાર્થ :
જે સૂત્ર અને અર્થમાં સમતોલે પ્રીતિને આયરે છે સૂત્ર અર્થમાં સમાન પ્રીતિને ધારણ કરે છે, તે તમારી કરૂણાને વરે=ભગવાનની કરુણાને પ્રાપ્ત કરે, વળી, સુખ અને યશની નિર્મલનીતિને પણ પ્રાપ્ત કરે. ર૯ll ભાવાર્થ :
સર્વજ્ઞ એવા ભગવાનના વચનરૂપ સૂત્ર છે અને સર્વજ્ઞ એવા ભગવાનના વચનરૂપ જ અર્થ છે, તેથી તે સૂત્ર અને અર્થથી આત્માને ભાવિત કરવાથી સંસારના ભાવોથી પર થઈને આત્મા વીતરાગભાવને પામે છે. જે સાધુ વીતરાગ ભાવના અર્થી છે તે સાધુ વીતરાગભાવની પ્રાપ્તિના ઉપાયભૂત સૂત્ર અને અર્થમાં સમાન પ્રીતિને આચરે છે માટે તે બન્નેને પ્રમાણ માનીને તે પ્રમાણે સૂત્રના અર્થોનો બોધ કરે છે અને સૂત્રને કંઠસ્થ કરે છે. ત્યારપછી સૂત્ર-અર્થનું પરાવર્તન કરીને સૂત્રે કહેલા અર્થોથી આત્માને ભાવિત કરે છે તે મહાત્મા ઉપર ભગવાનની કરુણા પરિણમન પામે જેથી તે મહાત્મા વીતરાગ ભાવની આસન્નતાને પ્રાપ્ત કરે. જેમ જેમ તે મહાત્મા વીતરાગભાવની આસન્નતાને પામે તેમ તેમ સુખ અને યશને પામે છે એ પ્રકારની નિર્મળનીતિ છે. તેથી સુખ અને યશના અર્થીએ સૂત્ર-અર્થ બંનેને પ્રમાણ સ્વીકારીને તેનાથી આત્માને ભાવિત કરવો જોઈએ. રિલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org