________________
૪૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૧૩-૧૪ થાય છે, પરંતુ સ્વરુચિથી તે કૃત્ય થતું નથી તે કૃત્યને રાજવેઠ કહેવામાં આવે છે. તેમ સ્વીકારેલું ધર્માનુષ્ઠાન પણ આ અનુષ્ઠાન મેં સ્વીકારેલું છે માટે કરવું જોઈએ. પરંતુ જે રીતે તે અનુષ્ઠાન કરવાનું છે તે પ્રકારની રૂચિથી અનુષ્ઠાન થતું નથી અને તેવું રાજવેઠ જેવું અનુષ્ઠાન ગુણ નિષ્પત્તિનું કારણ બને નહિ. ઉગદોષ વગર કરાયેલું અનુષ્ઠાન જ ગુણ નિષ્પત્તિનું કારણ બને માટે ક્રિયાના દોષોનું યથાર્થ સ્વરૂપ જાણીને દોષના પરિહારપૂર્વક ક્રિયા કરવી જોઈએ. II૧૩
અવતરણિકા :વળી, અજ્ઞાનને કારણે ક્રિયામાં થતા ભ્રાંતિદોષતા અનર્થને બતાવે
ગાથા :
ભ્રમથી જેહ ન સાંભરે રે, કાંઈ અકૃત-કૃત-કાજ રે;
તેહથી શુભક્રિયાથકી રે, અર્થવિરોધી અકાજ રે. પ્રભુ ! ૧૪ ગાથાર્થ :
ભ્રમથીeભ્રમદોષથી, જેહ કાંઈ જે કંઈ કૃત્ય પોતે કરે છે, તે અકૃતકૃત કાજ ન સાંભરે મારું આ કાર્ય અકૃત છે કે કૃત છે તે સ્મૃતિમાં આવે નહિ, તેહથી ભ્રમદોષથી, શુભક્રિયાથકી શુભ અનુષ્ઠાનના સેવનથી, અર્થ વિરોધી અકાજ રે તે અનુષ્ઠાનથી નિષ્પન્ન કરવાના ઉત્તમ સંસ્કારોરૂપ અર્થના વિરોધી એવા સંસ્કારના અભાવરૂપ અકાજ થાય. II૧૪TI
ભાવાર્થ :
જ્ઞાન વગરની ક્રિયામાં ભ્રમદોષ થાય છે અને તેનાથી શું ફળ મળે છે તે બતાવતાં કહે છે – કોઈ મહાત્મા શાસ્ત્રાનુસારી શુભ અનુષ્ઠાન સેવવા માટેના પ્રણિધાન આશયપૂર્વક ક્રિયા કરતા હોય. આમ છતાં ક્રિયાકાળમાં ઉપયોગની અતિશયિતા ન વર્તતી હોય તો પોતે જે ક્રિયા કરી તેનું પાછળમાં સ્મરણ રહેતું નથી અને યાદ કરવા પ્રયત્ન કરે તો આ કાર્ય કૃત છે કે આ કાર્ય અમૃત છે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org