SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ 3 શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૨ શ્રાવકોને સૂત્ર ભણવાના અધિકારી થવા અર્થે ઉપધાનની વિધિ છે તેનો લોપ કરે છે. ગુરુનો વાસ=ગુરુની સાથે વસવું અને તેમની આજ્ઞા મસ્તકે ધારણ કરવી તે કરતા નથી. તેઓ માયાવી અને અજ્ઞાન છે=શાસ્ત્રોના અર્થ કરવામાં આત્મવંચના કરનારા અને શાસ્ત્રના પરમાર્થ વિષે અજ્ઞાની છે. ।।૨।। ભાવાર્થ: સ્થાનકવાસી જિનપ્રતિમાનો લોપ કરે છે અને કહે છે કે પત્થરની પ્રતિમાની પૂજા થાય નહિ અને તે પૂજવાની ક્રિયા પાપરૂપ છે અને પ્રતિમાની પૂજાને કહેનાર શાસ્ત્રવચનોને સ્વમતિ પ્રમાણે સંગત કરીને પોતાની માન્યતાને દૃઢ કરે છે. તેથી તેઓ જિનવચનનો અપલાપ કરનારા પાપી છે. વળી, આગમશાસ્ત્ર ભણવા માટે સાધુ માટે યોગોદ્વહનની વિધિ છે, જે વહન કર્યા પછી સાધુ તે તે આગમને ભણવાનાં અધિકારી થાય છે અને શ્રાવકો પણ તે તે ઉપધાન કરી નવકાર આદિ સૂત્ર ભણવાનાં અધિકારી થાય છે. તે યોગોહન અને ઉપધાનનો સ્થાનકવાસી અપલાપ કરે છે અને કહે છે કે સાધુઓ યોગોદ્વહન વગર અને શ્રાવકો ઉપધાન વગર શાસ્ત્ર ભણવાના અધિકારી છે. આવું કહેનારા સ્થાનકવાસી પાપી છે. વળી, ભગવાનના વચનાનુસાર ચાલનાર એવા ગીતાર્થ ગુરુના વાસને અર્થાત્ સહવાસને સ્વીકારતા નથી અને તેની આજ્ઞાને મસ્તકે ધારણ કરતા નથી પરંતુ પોતાની માન્યતા અનુસાર આગમનો લોપ કરનારા મનસ્વી ગુરુને ગુરુ તરીકે સ્વીકારે છે, જે નામથી જ ગુરુ છે પરંતુ પરમાર્થથી ગુરુ નથી. વળી, તે સ્થાનકવાસી મધ્યસ્થતાથી શાસ્ત્રવચનોનો વિચાર કરી શાસ્ત્રના અર્થો કરતા નથી પરંતુ સ્વરુચિ અનુસાર શાસ્ત્રવચનનાં અર્થ ક૨ે છે અને શાસ્ત્રના વચનોને વિચારવામાં આત્મવંચના કરે છે માટે માયાવી છે. વળી, માર્ગથી વિરુદ્ધ જતા હોવાથી આત્મહિત સાધતા નથી પરંતુ અહિત સાધી રહ્યા છે છતાં પોતે આત્મકલ્યાણની પ્રવૃત્તિ કરે છે તેવો ભ્રમ ધારણ કરે છે, તે તેઓનું અજ્ઞાન છે. III Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy