________________
૧૬૦
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૧૬/ગાથા-૧૬ અવતરણિકા :
ગાથા-૧૪માં કહ્યું કે શુદ્ધવ્યવહાર, ગુરુનો યોગ અને પરિણતપણું હોય તેઓને શુદ્ધનયનો પરમાર્થ પ્રાપ્ત થાય અને ગાથા-૧૫માં કહ્યું કે અપરિણત મતિવાળાને કે અતિપરિણત મતિવાળાને શુદ્ધનયની પ્રાપ્તિ થાય નહિ. તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે – ગાથા :
તેહ કારણ થકી સર્વ નય નવિ કહ્યા, કાલિકશ્રુત માંહે તીન પ્રાયે લા; દેખી આવશ્યકે શુદ્ધનય ધુરિ ભણી,
જાણિર્યે ઊલટી રીતિ બોટિકતણી. ૧૬ ગાથાર્થ :
તેહ કારણ થકી=અપરિણત મતિવાળાને કે અતિપરિણત મતિવાળાને શુદ્ધનયનું કથન ઉપકારક થતું નથી તે કારણથી, કાલિકકૃતમાં સર્વ નયો કહ્યા નથી. પ્રાયઃ ત્રણ કહ્યા છે એ પ્રમાણે આવશ્યકમાં જોઈને ઉપદેશ આપવો જોઈએ. શુદ્ધનય ધુરિ ભણી શુદ્ધનયને પહેલા ભણીને, બોટિકતણી દિગંબરની, ઊંધી રીતિ જાણીએ. II૧૬ll ભાવાર્થ :
આત્માની પરિપૂર્ણ શુદ્ધ અવસ્થાનું સ્વરૂપ અતિગંભીર છે, માત્ર શબ્દોથી તેનો પરમાર્થ પ્રાપ્ત થતો નથી. પરંતુ શુદ્ધ વ્યવહારનું સેવન કરવામાં આવે, સદ્ગુરુનો યોગ હોય અને જીવ પરિણત હોય તો શુદ્ધનયનો પરમાર્થ પ્રાપ્ત કરી શકે છે. મંદબુદ્ધિવાળા જીવોને શુદ્ધનયનું સ્વરૂપ બતાવવાથી શું કરવાથી આત્મકલ્યાણ થાય તેનો કંઈ બોધ થાય નહિ. વળી, કંઈક પ્રજ્ઞાવાળા અર્ધવિચારક જીવોને ઉપદેશક શુદ્ધનનું સ્વરૂપ બતાવે તો તેઓ વિચારે કે ખરેખર સર્વ કલ્યાણનું કારણ શુદ્ધનય જ છે, તેમ માનીને શુદ્ધનયની પ્રાપ્તિ માટે પરમ ઉપકારક એવા શુદ્ધ વ્યવહારનો ત્યાગ કરે છે. તેથી અપરિણત અને અતિપરિણત જીવોને શુદ્ધનાથી ઉપકાર થઈ શકે નહિ તેને સામે રાખીને કાલિકશ્રુતમાં સર્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org