________________
૧૦૨
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૪/ગાથા-૬-૭
ભાવાર્થ :
૧. કલ્પનું ધરવું - પૂર્વના કાલમાં સાધુઓ ભિક્ષાએ જતી વખતે ઉપરનું વસ્ત્ર સ્કંધ ઉપર વીંટાળેલું જ રાખતા હતા એ પ્રકારની આગમમાં વિધિ છે, પરંતુ વર્તમાનકાળમાં ભિક્ષા જતી વખતે સાધુ તે વસ્ત્રને ઓઢીને જાય છે તે માર્ગ બહુગુણના જાણ એવા સંવિશે સ્વીકાર્યો છે.
૨. ઝોલિકા :- પૂર્વમાં પાત્રબંધરૂપ વસ્ત્રના બે છેડાને મૂઠ્ઠીથી ધારણ કરીને હાથની કોણીએ બાંધવામાં આવતા હતા. હવે ઝોળીમાં ગાંઠદ્વયથી નિયંત્રિત પાત્રબંધરૂપ ઝોળીથી સાધુ ભિક્ષા ગ્રહણ કરે છે. આ જાતનો ફેરફાર સંવિજ્ઞ વિબુધ પુરુષોએ કરેલો છે.
૩. ભાજને દવરકદાન :- પૂર્વના કાલમાં સાધુના પાત્રા વગેરેમાં દોરી બાંધવાની વિધિ ન હતી. હમણાં સંવિજ્ઞ બુધ પુરુષોએ તે વિધિ સ્વીકારેલ છે.
૪. પર્યુષણની તિથિ પાલટી :- પૂર્વમાં ભાદરવા સુદ પાંચમે સંવત્સરીની આરાધના થતી હતી, વર્તમાનમાં સંવિજ્ઞ વિબુધોએ તે ભાદરવા સુદ ચોથના કરી.
૫. ભોજનવિધિ :- પૂર્વની ભોજનવિધિથી વર્તમાનમાં જે ફેરફાર છે તે સાધુજનમાં પ્રસિદ્ધ છે તે પણ સંવિજ્ઞ વિબુધ પુરુષોએ આચર્યું છે. IIકા અવતરણિકા :
સૂત્રમાં કહેલી વિધિ કરતા જુદા પ્રકારની સંવિજ્ઞબુધજનની આચરણાને પ્રમાણ સ્વીકારવાથી પ્રથમ વિધિને બતાવનાર આગમને અપ્રમાણ સ્વીકારવાની આપત્તિ આવે. તેના નિવારણ માટે કહે છે – ગાથા :
વ્યવહાર પાંચે ભાખિયા, અનુક્રમે જેહ પ્રધાન; આજ તો તેહમાં જીત છે, તે ત્યજિમેં હો કિમ વિગર નિદાન?
સા. ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org