________________
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૪/ગાથા-પ-૬ ૧૦૧ ગાથાર્થ :
અન્યથા અન્ય પ્રકારે, સૂત્રમાં કહેલું પણ જુદા પ્રકારનું બહુગુણના જાણનારા સંવિજ્ઞવિબુધે આચર્યું, તે કંઈક કાલાદિકને આશ્રયીને પ્રમાણ દેખાય છે. પII ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે એક શાસ્ત્રની મર્યાદારૂપ માર્ગ છે અને બીજો સંવિજ્ઞબુધજનની નીતિરૂપ માર્ગ છે. તેથી હવે પ્રથમ માર્ગ કરતા બીજો માર્ગ જુદો હોવા છતાં તે માર્ગ કેમ પ્રમાણ છે તે સ્પષ્ટ કરે છે.
સૂત્રમાં કહેલું અન્યથા પ્રકારે પણ કાલાદિકને આશ્રયીને તે પ્રવૃત્તિ બહુગુણવાળી છે તેમ જાણનારા સંવિજ્ઞ વિબુદ્ધ શાસ્ત્રમાં કહેલા માર્ગ કરતા જુદી આચરણા કરી છે, તેથી પ્રથમ માર્ગ કરતા બીજો માર્ગ કોઈક સ્થાનમાં જુદો પ્રાપ્ત થાય છે.
તેથી એ પ્રાપ્ત થાય છે કે સાધુની કેટલીક આચરણા પ્રથમ માર્ગ અનુસાર છે અને કેટલીક આચરણા પ્રથમ માર્ગથી જુદા પ્રકારે છે તે બીજો માર્ગ છે અને તે બને માર્ગની આચરણા ગુણવૃદ્ધિનું કારણ હોવાથી ચારિત્રની શુદ્ધિનું કારણ છે. પા. અવતરણિકા :
પ્રથમ માર્ગ કરતા બીજા માર્ગની કઈ કઈ જુદી આચરણા પ્રમાણ છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
કલ્પનું ધરવું ઝોલિકા, ભાજને દવરકદાન; તિથિ પજુસણની પાલટી, ભોજનવિધિ હો ઇત્યાદિ પ્રમાણ.
સા. ૬ ગાથાર્થ :
કલ્પનું ઘરવું, ઝોલિકા ઝોળી વડે ભિક્ષા, ભાજને દવરકદાનભાજનમાં દોરી બાંધવી, પર્યુષણની તિથિ પાલટી, ભોજનવિધિમાં ફેરફાર ઈત્યાદિ પ્રમાણે છે બીજા પ્રકારના માર્ગથી પ્રમાણ છે. IIII.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org