________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૪/ગાથા-૧૬-૧૭ ૧૧૧
વળી, જે અનુષ્ઠાનમાં બળ ન હોય છતાં ઉદ્યમ કરવામાં આવે તો બાહ્યથી તે અનુષ્ઠાન થાય; પરંતુ તે અનુષ્ઠાનથી ગુણ વૃદ્ધિ થાય નહિ. તેથી બળના અવિષયવાળા અનુષ્ઠાનમાં સાધુ ઉદ્યમ કરે નહિ.
જેમ ગુરુની હીલના કરીને શિવભૂતિએ તથા પ્રકારનું બલ ન હોવા છતાં જિનકલ્પ તુલ્ય સંયમ સ્વીકારીને દિગંબર પંથનો પ્રારંભ કર્યો જેનાથી માર્ગાનુસારી વીર્યનો નાશ થવાથી સંયમનો નાશ થયો, તેમ શક્તિના અવિષયમાં ઉદ્યમ કરવાથી અંતરંગ સર્વીર્યનો નાશ થાય છે. માત્ર બાહ્ય અનુષ્ઠાનથી ફળની પ્રાપ્તિ થતી નથી. માટે સુસાધુ સ્વબળનો નિર્ણય કરીને શક્તિ અનુસાર સર્વ ઉચિત અનુષ્ઠાન કરે. ૧છા
અવતરણિકા :
ભાવસાધુતા ગુણના અનુરાગરૂપ છઠ્ઠા ગુણને કહે છે – ગાથા :
ગુણવંતની સંગતિ કરે, ચિત્ત ધરત ગુણ-અનુરાગ; ગુણલેશ પણ પરનો ગુણે, નિજ દેખે હો અવગુણ
વડભાગ. સા. ૧૭ ગાથાર્થ :
સુસાધુ ગુણવંતની સંગતિ કરે અને ચિત્તમાં ગુણનો અનુરાગ ધારણ કરે, પરનો ગુણલેશ જોઈને પણ સ્તુતિ કરે અને પોતાનો અવગુણ જોઈને તેને વડભાગ દેખે મોયે દેખે. ll૧૭TI ભાવાર્થ :
સુસાધુમાં ગુણનો અત્યંત અનુરાગ હોય છે તેથી ગુણની વૃદ્ધિના ઉપાયભૂત ગુણવંત સાધુઓની સાથે સંગતિ કરે અને ચિત્તમાં તે ગુણવાન પુરુષોમાં વર્તતા ગુણો પ્રત્યેનો અનુરાગ ધારણ કરે જેથી પોતાનામાં ગુણોની વૃદ્ધિ થાય.
વળી, બીજામાં જિનવચનાનુસાર અલ્પ પણ ગુણ દેખાય તો તે નાના પણ ગુણની સ્તુતિ કરે અને પોતાનામાં નાનો પણ અવગુણ દેખાય તો તેને મોટો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org