________________
૧૧૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૪/ગાથા-૧૭-૧૮ ગણે અર્થાત્ વિચારે કે “હું ભગવાનના શાસનના તત્ત્વને જાણનાર થયો છું, સંસારથી ભય પામીને સંયમમાં ઉદ્યમ કરું છું છતાં સંસારના જ કારણભૂત એવો આ અવગુણ મારામાંથી જતો નથી તેથી હું નિર્ગુણ છું” એમ વિચારીને પોતાના નાના પણ દોષને મહત્વ આપીને તેને દૂર કરવા ઉદ્યમ કરે તે સાધુ ગુણાનુરાગવાળા છે. ll૧ણા અવતરણિકા :
ભાવસાધુના ગુરુ આજ્ઞાની આરાધનારૂપ સાતમા ગુણને બતાવે છે – ગાથા :
ગુરુચરણસેવા રત્ત હોઈ, આરાધતો ગુઆણ,
આચાર સર્વના મૂલ ગુરુ, તે જાણે હો ચતુર સુજાણ. સા. ૧૮ ગાથાર્થ :
જે સાધુ ગુરુના ચરણની સેવામાં રક્ત હોય, ગુરુ આજ્ઞાને આરાધતો હોય, સર્વ આચારના મૂળ ગુરુ છે તે જાણતો હોય, તે સાધુ ચતુર સુજાણ કહેવાય. ll૧૮|| ભાવાર્થ -
“પૃપતિ શાસ્ત્રતત્ત્વ રૂતિ ગુરુ:” એ પ્રકારની ગુરુ શબ્દની વ્યુત્પત્તિથી જે ગુરુ ભગવાનના વચનના મર્મને યથાર્થ બતાવનારા હોય તેવા ગુરુની આજ્ઞાની સુસાધુ આરાધના કરે અને તેવા ગુણવાન ગુરુની સેવામાં રક્ત રહે અને વિચારે કે “સર્વ આચારોનું મૂળ ગુરુ છે અર્થાત્ આ ગુણવાન ગુરુ જે આચારો બતાવે તે આચારનું પાલન કરવાથી જ આત્મકલ્યાણ થાય છે, અન્યથા નહિ. આથી જ સર્વ આચારોમાં પ્રથમ ગુરુકુલવાસ કહેલ છે તેથી ગુણવાન ગુરુના સાનિધ્યથી સર્વ ઉચિત આચારોનો યથાર્થ બોધ થાય છે અને તેનાથી જ કલ્યાણની પરંપરા થાય છે” આ પ્રકારે ચતુર એવા સુજાણ સાધુ જાણે છે માટે ગુરુઆજ્ઞાની આરાધના કરે. ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org