________________
૧૧૩
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૪/ગાથા-૧૯ અવતરણિકા :
અંતે ઢાળનું નિગમત કરતાં કહે છે –
ગાથા :
એ સાત ગુણ લક્ષણ વર્યો, જે ભાવસાધુ ઉદાર; તે વરે સુખજશસન્મદા, તુજ ચરણે હો જસ ભક્તિ
અપાર. સા. ૧૯ ગાથાર્થ :
આ સાત' ગુણના લક્ષણથી જે સાધુ વર્યા છે તે ઉદાર ભાવસાધુ છે. તે ભાવસાધુ સુખ અને યશની સંપદાને વરે જેને તમારા ચરણમાં ભગવાનના ચરણમાં, અપાર ભક્તિ છે. ૧૯ll ભાવાર્થ :
જે સાધુ પૂર્વમાં વર્ણન કરાયેલા સાત ગુણોમાં ઉદ્યમ કરે છે અને તે ‘સાત' ગુણોને અતિશયિત કરવા પ્રયત્ન કરે છે તે સાધુ શ્રેષ્ઠ એવા ભાવસાધુપણાને પામે છે અને જે સાધુ શ્રેષ્ઠ એવા ભાવસાધુપણાને પામે છે તે સાધુ સદ્ગતિઓની પરંપરા દ્વારા મોક્ષસુખને પામનારા છે, તેથી સુખ યશની સંપદાને વરનારા છે. આવા ભાવસાધુને ભગવાનની સેવામાં અપાર ભક્તિ હોય છે. આથી જ ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને ભગવાનના વચનાનુસાર આ “સાત ગુણોને સેવવા માટે અતિશય ઉદ્યમ કરે છે. આવા
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org