________________
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૪-૫-૬
૧૧૭
ભાવાર્થ :
મુનિઓ સતત પાંચ મહાવ્રતરૂપ મૂળગુણ અને સમિતિ-ગુપ્તિરૂપ ઉત્તરગુણને અતિશયિત કરવા માટે ઉદ્યમ કરે છે અને દેહ નિર્વાહ માટે ભિક્ષા ગ્રહણ કરે ત્યારે ભિક્ષાના દોષોનો ત્યાગ કરીને નિર્દોષ જીવન જીવે છે. વળી, દરેક પ્રવૃત્તિમાં પોતે સ્વીકારેલા “પાંચ મહાવ્રતોમાં કોઈ દૂષણ ન લાગે અને પોતાનો સંવરભાવ પુષ્ટ બને તે પ્રકારે ઉદ્યમ કરે છે. આજના ગાથા :
મોહ પ્રતેં હસતાં નિત્ય આગમ, ભણતાં સદ્ગુરુ પાસે;
દૂષમકાલે પણ ગુણવત્તા, વરતે શુભઅભ્યાસે. ધન. ૫ ગાથાર્થ -
વળી, મુનિઓ મોહરૂપી શત્રુને હણતાં અને તેના ઉપાયભૂત સદ્ગર પાસે નિત્ય આગમ ભણતાં વિચરે છે. દૂષમકાળમાં પણ ગુણવંતા એવા મુનિઓ શુભ અભ્યાસમાં આત્માના શુદ્ધ ભાવો પ્રગટ થાય તેવા શુભ અભ્યાસમાં, વર્તે છે. પII ભાવાર્થ :
મુનિઓ મોહનો નાશ કરવાના બદ્ધ અભિલાષવાળા હોય છે. તેથી મોહના નાશના ઉપાયભૂત આગમ સદ્ગુરુ પાસે નિત્ય ભણે છે. આ રીતે શ્રુતના અભ્યાસથી પ્રાપ્ત થતા શ્રુતના સંસ્કારોથી આત્મા ઘનિષ્ટ બને છે અને અનાદિના મોહના સંસ્કારો આત્મામાંથી નષ્ટ-નષ્ટત્તર થાય છે. વર્તમાનમાં દૂષમકાળ છે તોપણ ગુણવંતા એવા મુનિઓ આત્માના શુદ્ધભાવોને પ્રગટ કરવાને અનુકૂળ શુભ અભ્યાસમાં વર્તે છે. પણ
ગાથા :
છઠું ગુણઠાણું ભવઅડવી, ઉલ્લંઘણ જેણે લહિઉં; તસ સોભાગ સકલ મુખ એકે, કિમ કરિ જાએ કહિઉં ?
ધન. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org