________________
૧૧૬
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-૧૫/ગાથા-૩-૪
ગાથા :
જ્ઞાનવત્ત જ્ઞાનીશું મિળતાં, તનમનવચને સાચા;
દ્રવ્ય ભાવ સૂધા જે ભાખે, સાચી જિનની વાચા. ધન. ૩ ગાથાર્થ :
વળી, મુનિ જ્ઞાનવાળા એવા અન્ય મુનિઓને મળે ત્યારે તન-મનવચનની સુંદર શાસ્ત્રીય ચર્ચા કરે છે. વળી, દ્રવ્ય અને ભાવને સાચા ભાખે છે અને સાચી જિનની વાણી પ્રગટ કરે છે. Il3II ભાવાર્થ :
મુનિઓ સમભાવની વૃદ્ધિવાળા હોવાથી કદાગ્રહ વગરના હોય છે અને વીતરાગતાની પ્રાપ્તિના અનન્ય કારણરૂપ શ્રુતજ્ઞાન પ્રત્યે અત્યંત રુચિવાળા હોય છે તેથી કોઈ જ્ઞાની મહાત્મા સાથે યોગ થાય ત્યારે તન-મન અને વચનથી તત્ત્વની સાચી વાતો કરે છે અને પરસ્પરની ચર્ચામાં તે મહાત્માઓ દ્રવ્ય અને ભાવોને યથાર્થ ભાખે છે અર્થાત્ ભગવાનનાં શાસનમાં જે દ્રવ્યો જે પ્રકારે કહ્યાં છે અને જે ભાવો=જે પર્યાયો, જે પ્રકારે કહ્યાં છે તે પ્રકારે કહે છે જે ભગવાનની સાચી વાણી સ્વરૂપ છે. આ રીતે પરસ્પર વાર્તાલાપથી બને મહાત્માઓને ભગવાનના શાસનના ગંભીર તત્ત્વોની પ્રાપ્તિ થાય છે. llal
ગાથા :
મૂલ ઉત્તર ગુણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષાદોષો;
પગ પગ વ્રતદૂષણ પરિહરતા, કરતાં સંયમપોષો. ધન. ૪ ગાથાર્થ :
સંયમના મૂળગુણ અને ઉત્તરગુણનો સંગ્રહ કરતા વધારતા, અને ભિક્ષાના દોષોને ત્યાગ કરતા, દરેક પગલે દરેક પ્રવૃત્તિઓમાં, વ્રતના દૂષણનો પરિહાર કરતા, સંયમનું પોષણ કરતાસંવરભાવની વૃદ્ધિ કરતા, મુનિ વિચરે છે. II૪ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org