________________
૧33
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૨૧-૨૨ ગાથાર્થ :
વળી, તે સાધુ યોગગ્રંથના ભાવોને જાણતા નથી, કદાચ જાણતા હોય તો પોતાનું ખરાબ દેખાશે એ બુદ્ધિથી લોકો આગળ પ્રકાશન કરતા નથી, ફોકટ મનમાં મોટાઈ રાખે છે અર્થાત્ “હું શાસ્ત્ર ભણેલો છું” એ પ્રકારની મોટાઈ મનમાં રાખે છે, તેમના ગુણો દૂર નાશે છે અર્થાત્ તે મહાત્મા ગુણ રહિત થાય છે. ર૧|| ભાવાર્થ -
મોક્ષની સાથે આત્માને જોડી આપે તેવી મોક્ષને અનુકૂળ પરિણતિ યોગ છે. તે યોગના મર્મને બતાવનારા ગ્રંથોના ભાવને જેઓ જાણી શકતા નથી પણ માત્ર બાહ્ય ક્રિયા મોક્ષનું કારણ છે તેવા બોધવાના છે અને પોતે તેવી ક્રિયાઓ કરે છે માટે પોતે ત્યાગી છે એ પ્રકારની ફોકટ મોટાઈ મનમાં રાખે છે તેઓ યોગગ્રંથના યથાર્થ બોધ વગરના હોવા છતાં પોતે શાસ્ત્રો ભણેલા છે તે પ્રકારની મોટાઈ મનમાં રાખે છે. વળી, આવા વેશધારી સાધુઓમાં કોઈક પ્રજ્ઞાવાન હોય અને યોગગ્રંથના ભાવો જાણતા હોય તોપણ તેવા ભાવો કરવા પોતે સમર્થ ન હોય તેથી લોકો આગળ તેનું પ્રકાશન કરે નહિ; કેમ કે લોકોને તે ભાવો બતાવવાથી પોતાનામાં તેવા ભાવો નહિ હોવાથી પોતે હીન દેખાશે તેવો ભય રહે છે. આવા સાધુઓ સંયમની બાહ્ય ક્રિયા કરતા હોય, શાસ્ત્રો ભણતા હોય તોપણ તેઓમાં ગુણો પ્રગટ થતા નથી પરંતુ મિથ્યાભિમાન આદિ દોષો જ વૃદ્ધિ પામે છે. ૨૧ ગાથા :
મેલે વેશે મહીયલ હાલે, બક પરે નીચો ચાલે;
જ્ઞાન વિના જગ ધંધે ઘાલે, તે કિમ મારગ ચાલે ? ધન. ૨૨ ગાથાર્થ :
વળી, કેટલાક સાધુઓ બાહ્ય ત્યાગપ્રધાન હોય છે તેઓ મેલા વેશથી મહીયલ હાલે પૃથ્વી ઉપર વિચરે છે, બકની જેમ નીચા ચાલે બગલો જેમ માછલાને પકડવા માટે નીચી ડોક કરીને પાણીમાં બેબ્લો હોય છે તેમ પોતે ઈર્યાસમિતિને શોધતા હોય તે પ્રમાણે લોકોને દેખાય તે રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org