________________
૧૨૧
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૫/ગાથા-૯-૧૦ બને તેવી કારણ ગુણવાળી સંયમની ક્રિયાઓ વ્યવહારનયથી કરી રહ્યા છે તેથી ભાવસાધુપણાની પ્રાપ્તિમાં પ્રબળ કારણ એવી પ્રધાનદ્રવ્યક્રિયા કરનારા છે. ITI અવતરણિકા :
સંવિજ્ઞપાક્ષિક કેવા ગુણોવાળા છે તે પૂર્વ ગાથામાં બતાવ્યું. હવે સાધુવેશમાં કઠોરચર્યા પાળનારા પણ શાસ્ત્રના પરમાર્થને પામ્યા નથી તેવા સાધુઓ કરતા સંવિજ્ઞપાક્ષિક ઊંચા છે તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
દુલકરકારથકી પણ અધિકા, જ્ઞાનગુણે ઈમ તેહો;
ધર્મદાસગણિવચને લહિયે, જેહને પ્રવચનનેહો. ધન. ૧૦ ગાથાર્થ :
સંયમની દુષ્કર ક્રિયા કરનારા કરતા પણ જ્ઞાનગુણથી ઈમ=પૂર્વ ગાથામાં કહ્યું એ રીતે, તેહો સંવિજ્ઞાપાક્ષિક, અધિક છે. આ પ્રકારનો નિર્ણય શ્રી ધર્મદાસગણિના વચનથી લહીએ જેમને પ્રવચનનો સ્નેહ છે=જે શ્રીધર્મદાસગણિને ભગવાનના વચનરૂપ પ્રવચનનો સ્નેહ છે. ||૧૦|| ભાવાર્થ:
શ્રીધર્મદાસગણિએ ઉપદેશમાલા નામનો ગ્રંથ રચ્યો છે અને જેમને ભગવાનના વચન પ્રત્યે અત્યંત સ્નેહ છે તેથી ભગવાનના વચનથી લેશ પણ અન્યથા કહે નહિ તેવા તે મહાત્માના વચનથી જણાય છે કે જે સાધુ સંયમની કઠોર આચરણા કરવામાં બહુ રાગવાળા છે આમ છતાં શાસ્ત્ર ભણીને શાસ્ત્રના પારને પામ્યા નથી. તેવા દુષ્કર સંયમની ક્રિયા કરનારા કરતા પણ સંવિજ્ઞપાક્ષિક પૂર્વ ગાથામાં કહ્યું એમ જ્ઞાનગુણથી અધિક છે અર્થાત્ પૂર્વ ગાથામાં કહ્યું કે સંવિજ્ઞપાક્ષિક નિશ્ચયનયના દરિયા છે. તેથી નક્કી થાય છે કે જ્ઞાનગુણથી ભગવાનના શાસનના મર્મને પામેલા છે તેથી સંવિજ્ઞપાક્ષિક કોરચર્યા પાળનારા સાધુ કરતા અધિક છે. ૧ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org