________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૧૬/ગાથા-૩
૧૪૧ જીવના પરિણામરૂપ નથી કે કર્મના પરિણામરૂપ નથી અને તે બે દ્રવ્યોના પરિણામથી ભિન્ન એવી તે “યાર દશા” વાસ્તવિક નથી.
તો તે “ચાર દશા” કેવી છે તે દેખ્રતથી બતાવે છે. જેમ ખડીયથી ભિત્તિમાં શ્વેતતા હોય ચૂનાથી ભીંતમાં સફેદતા થાય, તે સફેદતા ભીંત નથી, ખડીય નથી, માટે તે શ્વેતતા ભ્રમસંગતા=ભ્રમરૂપ છે. [3II ભાવાર્થ :
શુદ્ધનયની દૃષ્ટિથી પદાર્થમાં રહેલા શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થાય છે અને શુદ્ધનયથી શુદ્ધ આત્માનું સ્વરૂપ પૂર્વ ગાથામાં બતાવેલ “ચાર દશા રૂપ નથી તે બતાવવા અર્થે કહે છે.
જીવના ચેતનભાવના સંયોગથી થનારી અને ઉદયમાં આવેલ કર્મના કારણે થનારી આ “ચાર દશા' છે અને આ ચારેય દશા માત્ર કર્મરૂપ નથી કે માત્ર જીવરૂપ નથી. વળી, શુદ્ધનયની દૃષ્ટિથી વિચારીએ તો કર્મ પુદ્ગલમાં વર્તતો ભાવ કર્મનો ભાવ કહેવાય અને જીવમાં વર્તતો ભાવ જીવનો ભાવ કહેવાય અને આ “ચાર દશા” કર્મમાં વર્તતા ભાવરૂપ નથી; કેમ કે કર્મ જડ છે. વળી, આ “ચાર દશા' જીવનો પણ ભાવ નથી; કેમ કે જો જીવનો ભાવ હોય તો સિદ્ધના આત્મામાં પણ તે ભાવ પ્રાપ્ત થાય તેથી મૂળથી તે “ચાર' દશા નથી.
પરમાર્થથી તે “ચાર દશા” કેમ નથી તે દૃષ્ટાંતથી બતાવે છે
જેમ ચૂનાથી ભીંતમાં શ્વેતતા આવે છે તે શ્વેતતા ભીંતમાં નથી અને ચૂનો પડેલો હોય તો ચૂનામાં પણ તેવી ચેતતા નથી પરંતુ ભીંત ઉપર લગાવેલા ચૂનામાં શ્વેતતા દેખાય છે તે ભ્રમાત્મક છે; કેમ કે ચૂનો અને ભીંત તે બે દ્રવ્યોમાંથી કોઈ પણ દ્રવ્યનો ભાવ તેવી ચેતતા નથી જેવી શ્વેતતા ભીંત ઉપર દેખાય છે.
તેમ ગાથા-રમાં બતાવેલ “ચાર દશા' કર્મનો પણ ભાવ નથી અને જીવનો પણ ભાવ નથી માટે તે “ચાર દશા” ભ્રમાત્મક છે.
આનાથી એ ફલિત થાય કે ચૌદ ગુણસ્થાનકો આત્માના ભાવો નથી કે કર્મના ભાવો પણ નથી તેમ શુદ્ધનય કહે છે માટે શુદ્ધનયથી “ચાર દશા” ભ્રમાત્મક છે. Il3II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org