________________
૧૪૨
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૬/ગાથા-૪ અવતરણિકા :
ગાથા-રમાં કહેલ ચેતનાની ‘ચાર દશા' ભ્રમાત્મક છે તેમ દષ્ટાંતથી ગાથા-૩માં બતાવ્યું હવે તે ચારેય દશા ભ્રમાત્મક કેમ છે ? તે સ્પષ્ટ કરે છે –
ગાથા :
દેહ નવિ વચન નવિ જીવ નવિ ચિત્ત છે, કર્મ નવિ રાગ નવિ દ્વેષ નવિ ચિત્ત છે; પુદ્ગલી ભાવ પુગલપણે પરિણમેં,
દ્રવ્ય નવિ જૂઉં જૂઉં એક હોવે કિમે ? ૪ ગાથાર્થ :
જીવ દેહ નથી, વચન નથી, ચિત નથી, છે પરંતુ જીવ છે, કર્મ રાગ નથી, દ્વેષ નથી, ચિત નથી, પરંતુ છે-કર્મ છે, પુદ્ગલી ભાવ કર્મરૂપી કે દેહરૂપી પુદ્ગલી ભાવ, પુદ્ગલપણે પરિણમન પામે છે. જૂ6 જૂ6 દ્રવ્ય કર્મ અને જીવ જુદા જુદા દ્રવ્ય, કિમે ક્યારે, એક થાય નહિ. III ભાવાર્થ
સંસાર અવસ્થામાં જીવની “ચાર દશા છે તે શુદ્ધનયની દૃષ્ટિથી ભ્રમાત્મક છે. કેમ ભ્રમાત્મક છે તે બતાવતાં કહે છે
જીવ દેહરૂપ નથી, વચનરૂપ નથી કે ચિત્તરૂપ નથી=મનરૂપ નથી પરંતુ જીવ જગતમાં છે. આથી “આ ચાર દશા દેહાદિ પુદ્ગલને આશ્રયીને થાય છે.” માટે જીવની અવસ્થા નથી. તો પ્રશ્ન થાય કે આ “ચાર” અવસ્થા કર્મરૂપ છે ? તેથી કર્મરૂપ પણ આ ચાર અવસ્થા નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
કર્મ જડ છે, રાગરૂપ નથી, દ્વેષરૂપ નથી કે જ્ઞાનના પરિણામરૂપ જે ભાવ ચિત્ત છે એ રૂપ નથી પરંતુ કર્મ પુદ્ગલ દ્રવ્ય છે અને આ “ચાર દશા' રાગાદિ ભાવોને આશ્રયીને છે તેથી કર્મરૂપ નથી. પુદ્ગલના ભાવો પુદ્ગલરૂપે પરિણમન પામે છે અર્થાત્ દેહાદિના પુદ્ગલો કે કર્મના પુદ્ગલો તે તે પુદ્ગલના પરિણામરૂપે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org