________________
૧૫૮ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૬/ગાથા-૧૪-૧૫ કારણે તે મહાત્માઓના ચિત્તથી શુદ્ધનયની ભાવના ચલિત થતી નથી. અર્થાત્ મારે શુદ્ધનયને અભિમત એવા શુદ્ધ આત્માને પ્રગટ કરવો છે તેવી શુદ્ધનયની ભાવના ચિત્તમાં રાખીને પોતાના મલિન આત્માને વ્યવહારની શુદ્ધ ક્રિયાઓથી શોધન કરે છે. તેથી તે ક્રિયાઓને કારણે શુદ્ધ આત્માના ભાવલવને પ્રાપ્ત કરીને શુદ્ધનયની ભાવનાથી આત્માને ભાવિત કરે છે અને જ્યારે તેઓ સંપન્ન ભૂમિકાવાળા થશે ત્યારે શુદ્ધનયના ધ્યાનને પણ પ્રાપ્ત કરશે. વળી, શુદ્ધનયના ધ્યાનની પ્રાપ્તિનો ઉપાય શુદ્ધ વ્યવહાર, ગુરુનો યોગ=ગુણવાન ગુરુનો યોગ અને પરિણતપણું, આ ત્રણ વસ્તુ છે અને તે વગર શુદ્ધનયની વિચારણા કરવા માત્રથી શુદ્ધનની પ્રાપ્તિ થાય નહિ.
આશય એ છે કે જેઓ શુદ્ધ વ્યવહારનું સેવન કરે છે, જેઓને સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થયો છે અને સદ્ગુરુના ઉપદેશથી જેઓનું ચિત્ત ભગવાનના વચનના ભાવોથી પરિણત થયું છે તેઓ શુદ્ધનયમાં ઉદ્યમ કરવા સમર્થ છે; તે વગર શુદ્ધનયના વચનો સાંભળીને કે ગ્રંથમાંથી વાંચીને શુદ્ધનયમાં ઉદ્યમ કરે તો કોઈ તત્ત્વની પ્રાપ્તિ થાય નહિ. I૧૪ અવતરણિકા -
ગુણવાન ગુરુ પણ મોક્ષના અર્થી જીવોને શુદ્ધનયનો પરમાર્થ પ્રથમ બતાવતા નથી પરંતુ શુદ્ધનયને લક્ષ્ય કરવાનું કહીને ઉચિત ક્રિયા કરવાનું કહે છે. તે પ્રકારે કેમ કહે છે ? તે સ્પષ્ટ કરે છે – ગાથા :
કેઈ નવિ ભેદ જાણે અપરિણતમતિ, શુદ્ધનય અતિહિ ગંભીર છે તે વતી; ભેદલવ જાણતાં કેઈ મારગ ત્યજે,
હોય અતિપરિણતિ પરસમય સ્થિતિ ભજે. ૧૫ ગાથાર્થ :
કેટલાક અપરિણતમતિ ભેદ જાણે નહિ શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવનાર શુદ્ધનયના વચનદ્વારા આત્માથી અન્ય એવા સર્વ પદાર્થોથી આત્મા પૃથક અને દેહાદિથી પણ આત્મા ભિન્ન છે એમ જાણે નહિ, તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org