________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૬/ગાથા-૧૩-૧૪ ૧પ૭ સ્થિરતાને પામતું નથી, તેવા જીવો પોતાના ચિત્તને શુદ્ધ કરવા માટે યત્ન કરવાનું છોડીને ઉતાવળથી શુદ્ધનયના ધ્યાનમાં ઉદ્યમ કરે એટલા માત્રથી મોહના સંસ્કાર નીચે ચાલતું તેઓનું મોઢવાસિત ચિત્ત શુદ્ધ આત્માના ભાવોમાં એકાગ્રતા પામે નહિ અને સંસારના પરિભ્રમણની આપત્તિ ટળે નહિ. માટે મોક્ષના અર્થીએ આપમતિનો ત્યાગ કરીને શાસ્ત્રમતિ અનુસાર શુદ્ધનયને લક્ષ્ય કરીને તેના ઉપાયભૂત ઉચિત ક્રિયાથી ચિત્તનું શોધન કરવું જોઈએ, જેથી ક્રમે કરીને શુદ્ધાનું ધ્યાન પણ પ્રાપ્ત થાય. II૧૩ અવતરણિકા :
વ્યવહારની આચરણાથી શુદ્ધનયના ધ્યાનને અનુકૂળ ચિત્ત કઈ રીતે પ્રાપ્ત થાય છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ગાથા :
ભાવલવ જેહ વ્યવહાર ગુણથી ભલે, શુદ્ધનયભાવના તેહથી નવિ ચલે; શુદ્ધવ્યવહાર ગુરુયોગ પરિણતપણું,
તેહ વિણ શુદ્ધનયમાં નહિ તે ગણું. ૧૪ ગાથાર્થ :
જે વ્યવહારનયની આચરણાના ગુણથી ભાવલવ ભલે આત્મામાં ભાવલવ પ્રાપ્ત થાય. તેથી=સમ્યમ્ વ્યવહાર સેવનારા પુરુષથી, શુદ્ધનયની ભાવના ચલે નહિ તેવા પુરુષમાં શુદ્ધતાની ભાવના સ્થિરતાને પામે. શુદ્ધ વ્યવહારનું સેવન, ગુરુનો યોગ અને પરિણતપણું, તેના વગર=આ ત્રણની પ્રાપ્તિ વગર, શુદ્ધનયમાં તે ગણું નહિઃશુદ્ધનયમાં કરાયેલા પ્રયત્નને સમ્યમ્ ગણું નહિ. ૧૪ ભાવાર્થ :
જે સાધક સંસારથી પર થવાની ઇચ્છાવાળા છે તેઓ શાસ્ત્રાનુસારી મતિથી વ્યવહારની ઉચિત આચરણાઓ કરે છે. અને તે આચરણાઓ દ્વારા તેઓ મોહથી પર એવા શુદ્ધ આત્માનો ભાવલવ પ્રાપ્ત કરે છે અને તેવા ગુણને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org