________________
૬૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-૧૧/ગાથા-૧૨-૧૩ તો તે જીવો જેમ અન્ય જીવો પ્રત્યે દયાળુ સ્વભાવ ધારણ કરે છે તેમ પોતાના આત્મા પ્રત્યે પણ અવશ્ય દયાવાળા થાય છે અને તેથી આત્માના ભાવપ્રાણનું રક્ષણ કરવા માટે સર્વ ઉદ્યમ કરીને પરમાર્થને સાધી શકે છે. જેમ મેઘકુમારના જીવને હાથીના ભાવમાં સસલા ઉપર અત્યંત દયા થઈ તો પોતાના પ્રાણના ભોગે પણ સસલાનું રક્ષણ કર્યું અને તે સ્વભાવને કારણે મનુષ્યભવની પ્રાપ્તિ થવાથી ભગવાનના ઉપદેશને સાંભળીને વિવેક પ્રગટ્યો. જેથી સંયમ ગ્રહણ કરીને પોતાના આત્મા પ્રત્યે દયા ધારણ કરીને પોતાના ભાવપ્રાણનું રક્ષણ કરવા માટે સર્વ ઉદ્યમ કર્યો, જેના ફળરૂપે સર્વાર્થસિદ્ધને પામ્યા. તેથી દયાળુ સ્વભાવવાળા જીવો ધર્મની મર્યાદાને પાળનારા થાય છે. l/૧રો.
અવતરણિકા :હવે સૌમ્યદૃષ્ટિવાળો માધ્યસ્થ ગુણ બતાવે છે –
ગાથા :
ધર્મમર્મ અવિતથ લહે, સોમદિઠિ મઝત્ય;
ગુણસંયોગ કરે સદા, વરજે દોષ અણત્થ. ૧૩ ગાથાર્થ :
સૌમ્યદષ્ટિવાળા એવા મધ્યસ્થ પુરુષ ધર્મના મર્મને અવિતથ લહે યથાર્થ પ્રાપ્ત કરે. વળી, તેવા પુરુષો સદા ગુણનો સંયોગ કરે અને અનર્થરૂપ દોષનું વર્જન કરે. ll૧૩ ભાવાર્થ -
(૧૧) જે જીવોમાં તત્ત્વને જોવા મધ્યસ્થ વૃત્તિ પ્રગટેલી છે અને આત્માનો સૌમ્યભાવ જેમને પ્રિય છે તે સૌમ્યદૃષ્ટિ મધ્યસ્થ પુરુષ કહેવાય અને તેવી પ્રકૃતિવાળા જીવો કોઈ દર્શન પ્રત્યેના પક્ષપાતવાળા હોતા નથી. પરંતુ તત્ત્વના પક્ષપાતવાળા હોય છે તેથી મધ્યસ્થ છે અને ધર્મના મર્મને જાણવા માટેની નિર્મળ મતિવાળા છે. તેઓ શક્તિ અનુસાર ધર્મને જાણવા માટે ઉદ્યમ કરે છે તેથી તેવા જીવોને ધર્મના મર્મની યથાર્થ પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org