________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૯/ગાથા-૨૬-૨૭
નથી. વળી, કોઈક વચન વાચનાભેદથી છે અર્થાત્ આગમો જ્યારે વિચ્છિન્ન થવા લાગ્યા ત્યારે મહાત્માઓએ ભવિષ્યના હિત માટે જેઓને જે પ્રમાણે ઉપસ્થિતિ હતી તેને સામે રાખીને આગમો લખાવ્યા, તે વખતે વાચનાભેદની પ્રાપ્તિ થવાથી તે પ્રમાણે પાઠાન્તરોનું લખાણ થયું. માટે આગમમાં પરસ્પર વિરોધ હોવા છતાં આ રીતે સમાધાન કરીને જો આગમને સ્થાનકવાસીઓ પ્રમાણ સ્વીકારી શકતા હોય તો અર્થભેદમાં પણ તે પ્રકારનું સમાધાન કરી શકાય છે. માટે અર્થ પ્રમાણ નથી તેમ સ્વીકારીને મનમાં ખેદ કરવા જેવો નથી. પરંતુ સર્વજ્ઞના વચનને પ્રમાણ સ્વીકારીને પ્રવૃત્તિ કરવાથી જેમ હિત થાય તેમ સર્વજ્ઞે કહેલા અર્થને પ્રમાણ કરીને પ્રવૃત્તિ કરવાથી પણ હિત
થાય. II૨૬ા
અવતરણિકા :
અર્થને પ્રમાણ સ્વીકારવા માટે ગ્રંથકારશ્રી અન્ય યુક્તિ આપે છે
51121 :
અર્થકારથી આજના, અધિકા શુભમતિ કુણ? જિનજી ! તોલે અમિયતણે નહી, આવે કહિયે લુણ? જિનજી ! ૨૭ ગાથાર્થ ઃ
-
અર્થકારથી=આગમ ઉપર નૃત્યાદિ લખનાર આચાર્યાદિથી, આજના સાધુઓ કોણ શુભમતિ અધિક છે અર્થાત્ તેમના જેવી વિસ્તૃત મતિ અત્યારના સાધુ પાસે નથી, અમિયતણે=અમૃત સાથે, તોલે= તુલનામાં, લુણ કહીએ નવિ આવે=લુણ આવી શકે નહિ. II૨૭।।
ભાવાર્થ :
Jain Education International
૨૫
પૂર્વના આચાર્યો ઘણી શુભમતિવાળા હતા, ઘણા આગમોને ધારણ કરનારા હતા, તેઓએ આગમ ઉપર ભગવાનના વચનના અર્થના રક્ષણ માટે નિર્યુક્તિ આદિનું લખાણ કરેલ તેમનાથી અધિક શુભમતિવાળા આજના સાધુ નથી. તેથી એ મહાપુરુષોએ આગમના જે ઉચિત યથાર્થ અર્થો જોડ્યા છે તેમને
For Personal & Private Use Only
www.jainelibrary.org