________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૨૦, ૨૧થી ૨૫
211211:
અર્થે મતભેદાદિકે, જેહ વિરોધ ગણન્ત; જિનજી ! તે સૂત્રે પણ દેખશે, જો જોશે એકન્ત. જિનજી ! ૨૦ ગાથાર્થ ઃ
અર્થમાં મતભેદાદિનો જેઓ વિરોધ ગણે છે તે સૂત્રમાં પણ દેખશે= વિરોધ દેખશે, જો એકાન્ત જોશે. ૧૨૦ના
ભાવાર્થ :
અર્થના મતભેદને સામે રાખીને સ્થાનકવાસીઓ અર્થને અપ્રમાણ કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે આગમના અર્થને કહેનારા વચનોમાં મતભેદાદિ છે તે આગમના પદાર્થને યથાર્થ જાળવી રાખવા માટે પૂર્વના મહાપુરુષોએ અપેક્ષાથી કહ્યા છે. જો અર્થમાં વિરોધ ગણવામાં આવે અને તેને કારણે અર્થને અપ્રમાણ કહેવામાં આવે તો સૂત્રમાં પણ પરસ્પર વિરોધ પ્રાપ્ત થાય છે. અર્થાત્ જો અપેક્ષાથી જોવામાં ન આવે અને એકાન્તગ્રહણ ક૨વામાં આવે તો સૂત્રને પણ અપ્રમાણ માનવાની આપત્તિ આવશે. II૨૦ના
અવતરણિકા :
ઉપર કહ્યું કે અર્થમાં વિરોધ છે તો સૂત્રમાં પણ વિરોધ પ્રાપ્ત થાય છે હવે, સૂત્રમાં પરસ્પર ક્યાં વિરોધ પ્રાપ્ત થાય છે તે ગાથા-૨૧થી ૨૫ સુધી કહે છે
ગાથા :
૨૧
સંહરતાં જાણે નહિ, વીર કહે ઈમ કલ્પ; જિનજી ! સંહરતાં પણ નાણનો, પ્રથમ અંગ છે જ૫. જિનજી ! ૨૧ ઋષભકૂટ અડજોયણો, જંબૂપન્નત્તિ સાર; જિનજી ! બાર વલી પાઠાન્તરે, મૂલ કહે વિસ્તાર. જિનજી ! ૨૨ સત્તાવન સય મલ્લિને, મનનાણી સમવાય, જિનજી ! આઠ સયાં જ્ઞાતા કહે, એ તો અવર ઉપાય. જિનજી ! ૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org