SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૭-૮ ભાવાર્થ : શેરડી જમીનમા વાવેલી હોય તે કેટલો કાળ ઢાંકેલી રહી શકે ? અર્થાત્ અધિક કાળ ઢાંકેલી રહી શકે નહિ પરંતુ તેના સાંઠા જમીનને ફોડીને અવશ્ય બહાર આવે છે તેમ મુનિનું ચિત્ત કોઈક નિમિત્તથી ભવના કારણીભૂત બાહ્ય નિમિત્તોને સ્પર્શે તેમ બને તોપણ તેઓમાં વર્તતી ગુણસ્થાનકની પરિણતિ મુનિના ચિત્તને ભવજંજાલમાંથી તરત બહાર કાઢે છે પરંતુ ભવના કારણીભૂત એવા દોષોના સેવનમાં ચિત્ત રહેતું નથી. તેથી ગુણસ્થાનકની પરિણતિના બળથી તેઓ સતત ભવજંજાલના ઉચ્છેદ માટે વીર્ય ફોરવતા હોય છે. IIII અવતરણિકા : સુસાધુ કેવા હોય છે તેનું સ્વરૂપ ગાથા-૧થી ૭ સુધી બતાવ્યું. હવે સાધુવેશમાં રહેલા પણ સાધુના આ પ્રકારના ગુણોને ધારણ કરવા માટે અસમર્થ એવા સંવિજ્ઞપાક્ષિક કેવા હોય છે તે બતાવે છે ૧૧૯ — 511211 : તેહવા ગુણ ધરવા અણધીરા, જો પણ સૂધું ભાખી; જિનશાસન શોભાવે તે પણ, સુધા સંવેગપાખી. ધન. ૮ ગાથાર્થ ઃ તેહવા ગુણ=પૂર્વમાં વર્ણન કરાયા તેવા સુસાધુના ગુણ, ધારણ કરવા અણધીરા=અસમર્થ, પણ જો સૂઠું બોલનારા હોય=પોતાની હીનતા બતાવીને પણ ભગવાનનો માર્ગ યથાર્થ રીતે કહેનારા હોય, તો તે પણ જિનશાસનને શોભાવે તેવા સુંદર સંવિજ્ઞપાક્ષિક છે=સંવિજ્ઞ મુનિ નથી પરંતુ સંવિજ્ઞ મુનિના ગુણો પ્રત્યેના પક્ષપાતવાળા છે. III Jain Education International ભાવાર્થ: જે સાધુ, સાધુના ગુણો ધા૨ણ ક૨વા સમર્થ નથી અને સાધુના વેશમાં છે તે ભાવસાધુ નથી. આમ છતાં જેઓને ભાવસાધુ પ્રત્યે અત્યંત પક્ષપાત છે તેઓ સંવિજ્ઞપાક્ષિક છે અર્થાત્ સંવિજ્ઞ એવા સુસાધુના પક્ષપાતવાળા છે. આવા સંવજ્ઞપાક્ષિક સાધુઓ શુદ્ધ પ્રરૂપણા કરીને જિનશાસનને શોભાવે છે. અર્થાત્ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy