________________
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૦/ગાથા-૧૭-૧૮ - ૪૯ ક્રિયાઓ ઉત્તર ઉત્તરની ક્રિયાની નિષ્પત્તિ દ્વારા વીતરાગતામાં વિશ્રાંત થનાર છે અને આસંગદોષથી ઉત્તરની ક્રિયામાં યત્ન થતો નથી, માટે તે ક્રિયા વીતરાગતામાં વિશ્રાંત થતી નથી. II૧૭માં અવતરણિકા :વળી, અજ્ઞાનને કારણે અન્યમુદ્દોષથી શું અનર્થ થશે તે બતાવે છે –
ગાથા :
માંડી કિરિયા અવગણી રે, બીજે ઠામે હર્ષ રે;
ઇષ્ટઅર્થમાં જાણિયે રે, અંગારાનો વર્ષ રે. પ્રભુ ! ૧૮ ગાથાર્થ -
માંડી ક્વિાને કરાતા ધર્મ અનુષ્ઠાનને, અવગણીને બીજે સ્થાને હર્ષ બીજા ધર્મ અનુષ્ઠાનમાં પ્રીતિ, તે અન્યમુદ્ નામનો દોષ છે. તે ક્રિયાથી ઈષ્ટ અર્થમાં ધર્મની જે અન્ય ક્રિયામાં પોતાની પ્રીતિ છે તે રૂપ ઈષ્ટ અર્થમાં, અંગારાનો વર્ષ જાણીએ. II૧૮ll ભાવાર્થ :
કોઈ સાધક મહાત્મા આત્મકલ્યાણ અર્થે ચૈત્યવંદનાદિ કોઈક ક્રિયા કરતા હોય, તે ક્રિયા પ્રત્યે અવગણના કરીને, તે ક્રિયા કાળમાં પોતાને જે અન્ય ધર્માનુષ્ઠાન અત્યંત પ્રિય છે, તે અનુષ્ઠાનમાં હર્ષ ધરે તો અન્યમુદ્દોષ છે વસ્તુતઃ તે વખતે સેવાતા ચૈત્યવંદન અનુષ્ઠાનથી અન્ય એવા જ્ઞાન અધ્યયનાદિ અનુષ્ઠાનનો તે મહાત્મા વિચાર કરતા નથી તોપણ અવિવેકને કારણે ભગવાને બતાવેલા સર્વ ઉચિત અનુષ્ઠાનોમાંથી કોઈક અનુષ્ઠાનવિશેષ પ્રત્યે અધિક રાગને કારણે સેવાતા અનુષ્ઠાનમાં અવગણના રાખે છે. તેથી ચિત્ત તે અનુષ્ઠાનમાં યોજાયેલું હોય તોપણ તે અનુષ્ઠાનથી નિષ્પાદ્ય સંવેગ પેદા કરી શકતા નથી. પરમાર્થથી તો મોક્ષના અર્થી જીવે વિચારવું જોઈએ કે ભગવાને બતાવેલા સર્વ અનુષ્ઠાનો ઉચિત રીતે સેવાયેલા હોય તો વીર્યનો પ્રકર્ષ કરીને કેવળજ્ઞાનની પ્રાપ્તિના કારણ છે. આથી જ નાગકેતુને પુષ્પપૂજા કરતા કેવળજ્ઞાન થયું. માટે વિવેકીએ વીતરાગતાના અર્થી થઈને વીતરાગતા સાધક સર્વે અનુષ્ઠાનો પ્રત્યે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org